\id 2CO \ide UTF-8 \ide UTF-8 \rem Copyright Information: Creative Commons Attribution-ShareAlike 4.0 License \h 2 કરિંથીઓને પત્ર \toc1 2 કરિંથીઓને પત્ર \toc2 2 કરિંથીઓને પત્ર \toc3 2 કરિં. \mt1 કરિંથ મંડળીલ પાઉલ પ્રેષિતનો લોખલાં બિજાં પત્ર \imt પ્રસ્તાવના \im \it કરિંથ લોકહાહાટી પાઉલા બિજા પત્રામાય \it* પેલ્લા પત્રામાય સંબધિત કોઅલ્યો કોલહ્યોક વસ્તુહુવોય ચર્ચા કોઅહે, બાકી નોવા મુદ્દા બી સંબધિત હેય, જેહેકોય પેલ્લા કરિંથ પત્રમાય વિસ્વાસી લોકહાન યોકબીજાઆરે એકતામાય ઓઅના બારામાય આખહે, યા પત્રમાય પાઉલા મંડળીલ વિનાંતી કોઅયી કા ચ્ચાઆરે ચ્ચા સેવામાય બેગે ઓઅય જાય. બિજા કરિંથમાય હારી ખોબારે સેવા (અધ્યાય 2-5), પવિત્ર જીવનાહાટી પ્રોત્સાહન (અધ્યાય 6-7), એને દેઅના બારામાય નિર્દેશ (અધ્યાય 8-9). પાઉલાય ઈ પત્ર પેલ્લા કરિંથ લોકહાન લોખના યોક વોરહા પાછે લગભગ 56 ઇસવી સન માય લોખ્યાં. \c 1 \s સલામ \p \v 1 આંય પાઉલ જો પોરમેહેરા ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, એને બાહા તિમોથિયુસાં તરફથી, ઈ પત્ર કરિંથ શેહેરામાય પોરમેહેરા જીં મંડળી હેય, એને આખાયા વિસ્તારા બોદા પવિત્ર લોકહાહાટી હેય. \v 2 આપહે પોરમેહેર આબહો એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમહેવોય સદા મોયા કોએ એને તુમહાન શાંતી દેતો રોય. \s શાંતી પોરમેહેર \p \v 3 આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા એને પોરમેહેર આબહા સ્તુતિ ઓએ, જો બોજ દયાળુ આબહો એને બોદ્યેજ જાત્યે દિલાસાનો પોરમેહેર હેય. \v 4 પોરમેહેર આપહે બોદાજ દુ:ખામાય દિલાસો દેહે એટલે બીજહાન દિલાસો દેય હોકજે, આમા ચ્યા જ્યા દુ:ખામાયજ હેય ચ્યે રીતેથી દિલાસો દેય હોકજે, જેહેકેન પોરમેહેર આપહાન દિલાસો દેહે. \p \v 5 કાહાકા, જ્યેં રીતે આમા ખ્રિસ્તા કોલહાક દુ:ખાહામાય સહભાગી હેય, ચ્યેજ રીતે ખ્રિસ્તાથી આમહાન વોદારે દિલાસો મિળતો રોય. \v 6 જોવે આપા દુ:ખ વેઠજેહેં, તે ઈ તુમહે દિલાસા એને તારણાહાટી હેય એને આમા જો દિલાસો મેળાવજેહે, તે ઈ તુમહે દિલાસાહાટી હેય, જ્યા પ્રભાવથી તુમા ધીરજથી ચ્યા દુ:ખહાલ વેઠી લેતહેં, જ્યાહાન આમા બી વેઠજેહેં. \v 7 એને આમહે આશા તુમહે બારામાય મજબુત હેય, કાહાકા આમા જાંઅતેહે, કા જ્યેં રીતે તુમા આમે દુ:ખહામાય ભાગીદાર હેય, તેહેકેનુજ તુમા આમહે દિલાસામાયબી ભાગીદાર ઓઅહા. \s દુઃખ થી બોચાવ્યા \p \v 8 ઓ બાહા એને બોઅયેહેય, આંય વિચારતાહાવ કા તુમા ચ્યા દુ:ખહાબારામાય જાંએ જીં આમહેવોય યી પોડ્યા જીં આસિયા વિસ્તારામાય આમહાન વેઠાં પોડ્યા, ઓહડા બારી વોજા માય દાબાય ગીઅલાં આતા, જીં આમે સહન શક્તિથી બારે આતા, ઓલે લોગુ કા આમાહાય જીવતા રોઅનાબી આશા છોડી દેનેલ. \v 9 બાકી આમહાય પોતાના મોનામાય હોમજી લેદલા આતાં, કા આમા મોઅનારાજ હેજે, ઈ યાહાટી જાયા કા આમે પોતાનાવોય નાંય બાકી પોરમેહેરાવોય બોરહો મજબુત રાખે, જો મોઅલાહાન પાછો જીવાડેહે. \v 10 ચ્યાય આપહાન ઓહડા સંકાટા માઅરે બોચાડ્યા, એને બોચાડી, એને આમહાય ચ્યાવોય આશા રાખીહી, કા તો આગલાબી આમહાન બોચાડતો રોઅરી. \p \v 11 કાહાકા તુમા પોતાની પ્રાર્થનાથી આમે મોદાત કોઅતાહા, એટલે જીં વરદાન બો બોદહાથી આમહાન મિળી ચ્યા લીદે બો બોદા લોક આમહે તરફથી પોરમેહેરાલ ધન્યવાદબી દેય. \s ચોખ્ખાં રુદય \p \v 12 કાહાકા આમા યોક વાતે વખાણ કોઅજેહે, કા આમહે અંતકરણ આમહાન બોરહો દેહે, કા આમહાય માઅહા આરે એને વિશેષ કોઇન તુમહે લોકહાઆરે આમહે વેવહાર પોરમેહેરાથી પવિત્ર એને હાચ્ચાયે નુસાર આતો, જો લોકહા જ્ઞાનાનુસાર નાંય બાકી પોરમેહેરા સદા મોયા હાતે આતો. \v 13-14 આમા તુમહેહાટી કાયામ પત્ર લોખજેહે કા તુમા વાચી હોકે એને હોમજી હોકે. માન આશા હેય કા તુમા જીં વાત આમી વોછી હોમાજતેહે, ચ્યાલ પાછે પુરિરીતેકોય હોમજાહા એને તી વાત ઈ હેય કા જ્યેં રીતે તુમા આમહે પ્રભુ ઈસુ પાછા યેયના દિહી આમહે વોખાણ કોઅહા, ચ્યેજ રીતે આમા બી તુમહે વોખાણ કોઅહુ. \s મુસાફિર્યેમાય બદલાણ \p \v 15 માન બોરહો આતો કા તુમા લોક આમહાન હોમજાહા, યાહાટી આંય તુમહેપાય યા માગતો આતો, એટલે તુમહાન મા તરફથી બેન મુસાફિર્યેહે લીદે ડબલ બોરકાત મીળે. \v 16 મા યોજના આતી કા આંય તુમહે પાહિથી રોયન મોકોદુનિયા વિસ્તારામાય જાંઉ, એને પાછી મકોદુનિયા વિસ્તારથી પાછી ફિરીન યેતાબી તુમહેપાય યાંવ. યા પાછે જોવે આંય યહૂદીયા વિસ્તારા એછે મુસાફરી કોઅઉ તે તુમા માન મુસાફરીહાટી જરુરી સામાન દેયને મા મોદાત કોએ. \p \v 17 તુમા પુછતા ઓરી કા માયે પોતાની યોજના કાહા બોદલી. કાય તુમહાન લાગહે કા માયે મા યોજનાયેલ નોકામ્યી બોનાડીહી? કાય તુમહાન લાગહે કા દુનિયા ચ્યા લોકહા હારકો હેય જ્યા “હાં” આખતાહા, જોવે ચ્યા આસલીમાય મતલબ ઓઅહે “નાંય”? \v 18 પોરમેહેરા હાચ્ચાયે કસમ માયે તુમહાન જો સંદેશ દેનો, ચ્યામાય “હાં” ને મતલબ હાં એને “નાંય” ને મતલબ નાંય ઓઅહે. \p \v 19 કાહાકા પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્ત, જ્યા પ્રચાર સિલવાનુસ, તિમોથીયુસ એને માયે તુમહે વોચ્ચે કોઅયો, તો પ્રચાર કોદહી “હાં” કા કોદહી “નાંય” બાકી પોરમેહેરામાય કાયામ હાંજ રિયહો. \v 20 કાહાકા પોરમેહેરા જોલા વાયદા હેતા, ચ્યા બોદા ખ્રિસ્તામાય “હાં” હેય યાહાટી આમા પોરમેહેરા મહિમાયેહાટી ઈસુ ખ્રિસ્તથી આમેન બી આખતાહા. \p \v 21-22 પોરમેહેરુજ હેય, જો તુમહેઆરે આમહાન ખ્રિસ્તામાય મજબુત કોઅહે. પોરમેહેરે આમહેવોય ચ્યા સિક્કો મારીન બિયાના હારકા પોતાનો આત્મા આમહે રુદયામાય દેયને આમહે અભિષેક કોઅયોહો. \p \v 23 પોરમેહેર મા યે હાચ્ચાયે સાક્ષી હેય કા બીજેદા કરિંથ શેહેરામાય યાહાટી નાંય યેનો કા આંય તુમહાન ઠોપકો દાં નાંય માગતો આતો. \v 24 યા મતલબ ઈ નાંય કા આમા તુમહે બોરહાવોય આમહે ઓદિકાર ચાલાડજે કાહાકા તુમા પોતાના બોરહામાય મજબુત ઉબલા હેતા. યાહાટી આમા તે તુમહેજ આનંદાહાટી તુમહેઆરે કામ કોઅનારા હેજે. \c 2 \s આપહે પ્રેમા બારામાય \p \v 1 માયે પોતાના મોનામાય નોક્કી કોઅય લેદેલ, કા આંય તુમહાલ પાછા દુઃખ દાંહાટી તુમહેપાય તાં નાંય યાઉ. \v 2 કાહાકા આંય જો તુમહાન દુઃખ દેતહાવ, તે માન ખુશ કોઅનારો કાદો નાંય ઓરી, ફક્ત તુમાંજ, જ્યાહાલ માયે દુઃખી કોઅયા. \p \v 3 માયે તુમહાન યે વાતેહાટી ઈ પત્ર લોખ્યાં, કા કાય એહેકેન નાંય ઓએ, કા મા યેઅનાથી, જ્યાહાથી માન આનંદ મિળાં જોજે, આંય ચ્યાહાથી દુઃખી ઓઉં. કાહાકા માન તુમા બોદહાવોય યે વાતે ખાત્રી હેય, કા જો મા આનંદ હેય, તોજ તુમહે બોદહાબી હેય. \v 4 માયે રુદયા કષ્ટ એને દુ:ખા લીદે આહવેં વોવાડી-વોવાડીન તુમહાન ઈ પત્ર લોખ્યાહાં, માયે તુમહાન દુઃખ દાંહાટી ઈ પત્ર નાંય લોખ્યાહાં, બાકી યાહાટી કા તુમા ઈ જાઈ જાં કા આંય તુમહાન કોલહો વોદારે પ્રેમ કોઅતાહાંવ. \s પાપ્યાહાન માફ કોઅના \p \v 5 જો યોકતાંય દુઃખ દેનહા, તે ચ્યાય માન નાંય, બાકી યોક જાત્યા તુમહાન બોદહાન દુઃખ દેનહા, આંય યા બારામાય યાથી વોદારે કાય આજુ નાંય આખા માગુ. \v 6 ઓહડા માઅહાન જો ડોંડ તુમહેમાઅને કોલહાક વિસ્વાસ્યાહાલ દેનહો, તી પુરતાં હેય. \v 7 યાહાટી ઈ હારાં હેય કા તુમા ચ્યા ગુના માફ કોઆ, એને ચ્યાલ દિલાસો દા, નાંય તે, કાય એહેકેન નાંય ઓએ, કા તો બોજ દુઃખી ઓઇન પોતાના બોરહાલ પુરેરીતે નાકારી દેય. \p \v 8 યા લીદે આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા ચ્યાહાન દેખાડા કા તુમા આસલીમાય ચ્યાલ પ્રેમ કોઅતાહા. \v 9 માયે તી પત્ર યાહાટીબી લોખલાં આતાં, કાહાકા આંય ઈ પારખા માગતો આતો કા તુમા મા નિયમાહા પાલન કોઅહા કા નાંય. \p \v 10 જ્યાલ તુમા માફ કોઅતેહે ચ્યાલ આંયબી માફ કોઅતાહાંવ, કાહાકા માન માફ કોઅના જરુર પોડહે, તે આંય તુમહે ફાયદાહાટી ખ્રિસ્તા ઓદિકારાહાતે એહેકેન કોઅતાહાંવ. \v 11 કા સૈતાન આમહે કોઅહિબી પરિસ્થીતી ફાયદો નાંય ઉઠાવી હોકે, કાહાકા આમા હારેરીતે જાંઅજેહે કા ચ્યા યોજનાયો કાય હેય. \s મોકોદુનિયા એછે જાઅના \p \v 12 જોવે આંય ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી ત્રોઆસ શેહેરામાય યેનો, એને પ્રભુય માન હારી ખોબાર આખાહાટી યોક દોરવાજો ખોલી દેનો. \v 13 તેરુંબી મા મોનાલ શાંતી નાંય મિળી, કાહાકા માયે મા આર્યો વિસ્વાસી બાહા તીતુસાલ તુમહેપાઅને હારી ખોબાર લેય યેતો માન નાંય મિળ્યો, યાહાટી ત્રોઆસ શેહેરા વિસ્વાસ્યાહાથી છુટો પોડીન આંય તીતુસાલ હોદાહાટી મોકોદુનિયા વિસ્તારામાય પાછો યેનો. \s ખ્રિસ્તી સેવક-જીવના સુગાંદ \p \v 14 બાકી પોરમેહેરા ધન્યવાદ ઓઅય, જો ખ્રિસ્તમાય આમહે સબંધા લીદે, કાયામ આમહેહાતે ચાલહે એને આમહાન વિજય મેળવી દેહે, એને આમી તો આમહાન યોક મીઠાં અત્તારા હારકા, બોદે જાગે ખ્રિસ્તા જ્ઞાનને ફેલાવાહાટી આમહે ઉપયોગ કોઅહે. \v 15 કાહાકા જ્યેં તારણ પામી રીયહે એને જ્યેં નાશ ઓઅય રીયહે યાહા વોચમાય આમા પોરમેહેરાહાટી ખ્રિસ્તા મધુર સુગંદ હેય. \p \v 16 જ્યેં નાશ ઓઅઇ રીયહે, ચ્યાહાહાટી આમા મોરણા ગંધ, એને જ્યેં તારણ પામી રીયહે ચ્યાહાહાટી જીવના સુગંદ. આસલીમાય, કાદોબી પોતે પોતાનાલ યા સુગંદાલ ફેલાવાં યોગ્ય નાંય હેય. \v 17 આમા ચ્યા બોદા લોકહા હારકા નાંય હેય, જ્યેં મિલકાતેહાટી પોરમેહેરા વચના પ્રચાર કોઅતેહે, બાકી આમા પોરમેહેરા વચના પ્રચાર હાચ્ચાયેથી એને ખ્રિસ્તા ઓદિકારાહાતે કોઅજેહે, એહેકોય જાઇન કા પોરમેહેર આમહાન એઅય રિયહો. \c 3 \s ખ્રિસ્તા જીવતા પત્ર \p \v 1 કાય આમા પાછે પોતાના વાહવા કોઅરા લાગ્યેં? કાય બિજા લોકહા હારકા આમા બી તુમહેથી કા તુમહેહાટી ભલામણા પત્રા જરુરી હેય? \v 2 તુમા પોતેજ યોક પત્રા હારકા હેય, જો બોદહા હામ્મે પોરમેહેરાહાટી આમહે કામહા ભલામણ કોઅહે, જીં આમહે રુદયાવોય લોખલાં હેય, એને કાદાબી ચ્યાલ વાચી હોકહે એને તુમહે વોચમાય આમહે હારાં કામહાલ વોળખી હોકહે. \v 3 તુમા નોક્કીજ ખ્રિસ્તા પાયને યોક પત્રા હારકે હેય, એને ઈ પત્ર આમહે સેવાયે પરિણામ હેય. ઈ સોયેથી નાંય કા દોગડા પાટ્યેવોય નાંય બાકી જીવતા પોરમેહેરા આત્માકોય માઅહા રુદયરુપી પાટ્યેવોય લોખલાં ગીયહા. \s પાઉલા ક્ષમતા \p \v 4 આમા એહેકેન યાહાટી આખજેહે કાહાકા આમહાન ખ્રિસ્તાથી પોરમેહેરાવોય બોરહો હેય. \v 5 આમા ઈ નાંય આખજે કા આમહેપાય પોતાનાથી કાયબી કોઅના ક્ષમતા હેય, બાકી પોરમેહેર આમહાન ઈ ક્ષમતા દેહે. \v 6 જ્યાંય આમહાન નવા કરારા સેવક ઓઅરા ક્ષમતાબી દેનહી, મૂસા નિયમાહા સેવક નાંય બાકી પવિત્ર આત્મા, કાહાકા મૂસા નિયમાહાલ નાંય પાળના પરિણામ મોરણ હેય, બાકી પવિત્ર આત્મા અનંતજીવન દેહે. \s નવા કરારા મહિમા \p \v 7-8 જોવે મૂસા નિયમાહાલ દોગડા પાટ્યેવોય લોખ્યેલ, તોવે પોરમેહેરા મહિમા પ્રગટ ઓઅયેલ. ઈસરાયેલા લોક લાંબા સમયાલોગુ મૂસા મુંયાએછે એઅય નાંય હોક્યા જોવેકા ઈ ચોમાક લાંબા સમય લોગુ નાંય રિઅલી આતી. યાહાટી મૂસા દેનલા નિયમાહા આધારાવોય કોઅલી સેવા મોરણા એછે લેય જાહાય, જ્યા ઓહડી મહિમા આતી, તે પવિત્ર આત્મા કામા મહિમા આજુ વોદારે રોઅરી. \p \v 9 જોવે ગુનેગાર ઠોરાવનારી સેવાયે મહિમા ઓહડી આતી, તે નોક્કીજ નોવી સેવા જીં આમહાન ન્યાયી બોનાડેહે ચ્યા મહિમા યેથીબી વોદારે રોઅરી. \v 10 તી મહિમા જીં મૂસા નિયમાહાથી આતી, ચ્યે આમી કાય ચમાક નાંય હેય, ચ્યે બોજ વોદારે મહિમા લીદે જીં નોવા કરારાથી યેહે. \v 11 કાહાકા જો મૂસા નિયમાહાથી ઓહડી મહિમા આતી, જીં વોછા સમયાહાટી બોની રોયી, તે નોવા કરારામાય કોલહી વોદારે મહિમા ઓરી જીં કાયામમાટે બોની રોહે. \p \v 12 યાહાટી ઓહડી આશા રાખીન આમા ઇંમાતથી બોલજેહે. \v 13 આમા મૂસા હારકે નાંય, જ્યાંય પોતાના મુંયાવોય પોડદો ટાક્યેલ એટલે ઈસરાયેલા લોક ચ્યે ચમાકેલ જાખાં પોડતા એને પારવાતા નાંય એએ. \p \v 14 બાકી ચ્યા કોઠાણ મોના ઓઅયા, કાહાકા આજેલોગુ જુના કરારા નિયમ વાચત્યે સમયે ચ્યાહા રુદયાવોય તોજ પોડદો પોડી રોહે, બાકી કેવળ ખ્રિસ્તાવોય બોરહો કોઅનાથીજ પોડદો ઓટાડલો જાહે. \v 15 એને આજ લોગુ જોવે મૂસા નિયમાહા ચોપડી વાચવામાય યેહે, તે ચ્યાહા રુદયાવોય પોડદો પોડલો રોહે એને યાહાટી ચ્યે યાલ પુરીરીતે નાંય હોમજેત. \v 16 બાકી જોવે કોદહીબી ચ્યે પ્રભુ ઈસુમાય બોરહો કોઅરી, તોવે તો પોડદો ઉઠી જાઅરી. \p \v 17 પ્રભુ તે આત્મા હેય, એને જાં કેસબી પ્રભુ આત્મા હેય તાં નિયમાહાથી છુટલા હેય. \v 18 બાકી જોવે આપા બોદા યોક આરહા હારકા પોરમેહેરા મહિમાયેલ ઓહડા મુયહાલ દર્શાવતેહે જ્યાહાવોય પોડદો નાંય પોડ્યહો, તે પોરમેહેર આમહાન વોદતી રોયલ્યે મહિમાયેમાય વોદારે ને વોદારે પોતાના હારકા બોનાડેહે, ઈ પ્રભુ કામ હેય, જીં પવિત્ર આત્મા હેય. \c 4 \s હારી ખોબારે ઉજવાડો \p \v 1 યાહાટી કા ઈ સેવા આમહાન પોરમેહેરા દયાથી મિળીહી, તોવે આમા કોવેજ ઈંમાત નાંય છોડજે. \v 2 બાકી આમહાય લાજવાના એને દોબલા કામહાલ છોડી દેનહા, એને નાંય તે આમહે સ્વભાવામાય કોય જાત્યે ચાલાકી હેય એને નાંય આમા પોરમેહેરા વચનાલ મિલાવટ કોઇન પ્રચાર કોઅજે. બાકી આમા પોરમેહેરા હામ્મે કેવળ હાચ્ચાઇ દેખાડજેહે એને હર કાદો સાક્ષી દેય હોકહે કા ઈ હાચ્ચાં હેય. \p \v 3 બાકી જીં હારી ખોબાર આમા પ્રચાર કોઅજેહે તી દોબલી હેય, તે ઈ નાશ ઓઅનારાહા હાટીબી દોબલી હેય. \v 4 યા દુનિયા દેવાય ચ્યા નાંય બોરહો કોઅનારાહા મોનાલ આંદળા કોઅય દેનહા, એટલે ચ્યે ખ્રિસ્તા મહિમાયે હારી ખોબારે ચ્યા યેનારા ઉજવાડાલ દેખી નાંય હોક્યા, ખ્રિસ્ત પોરમેહેરા પ્રતિમા હેય. \p \v 5 કાહાકા આમા પોતાના નાંય, બાકી ખ્રિસ્ત ઈસુ પ્રચાર કોઅજેહે, કા ઈસુ ખ્રિસ્ત પ્રભુ હેય, એને આમા ઈસુ લીદે તુમહે ચાકાર હેજે. \v 6 યાહાટી કા પોરમેહેરે આખ્યાં, “આંદારામાઅને ઉજવાડો ચમકે,” એને પોરમેહેરે ઉજવાડા હારકા આમે રુદયામાય હોમાજ દેની, એટલે આમા પોરમેહેરા મહિમાયેલ એઇ હોકજે, જીં ઈસુ ખ્રિસ્તમાય દેખાયેહે. \s કાદવા વાહાણામાય મિલકાત \p \v 7 આમી આમહે રુદયામાય ઓ ઉજવાડો ચમકેહે, બાકી આમા પોતે કાદવા ચ્યા નાજુક વાહણાહા હારકે હેય જ્યાહામાય ઓ મોઠો ખજાનો બોઆલો હેય, યાથી ઈ ખોબાર પોડહે કા આમહે મહાન સામર્થ પોરમેહેરાપાઅને હેય, પોતાથી નાંય. \v 8 આમા ચારે બાજુથી દુ:ખ તે બોગાવજેહે, બાકી કોદહી આર નાંય માનજે, ગાબરાજેહે તે નોક્કી, નિરાશ નાંય ઓઅજે. \v 9 સતાવલે તે જાતહેં, બાકી નાકારલે નાંય જાજે, પાડલે તે જાતહેં, બાકી નાશ નાંય ઓએત. \v 10 આમા કાયામ પોતાના શરીરામાય ઈસુ મોરણાલ લેઈને ફિરજેહે, એટલે જીં કામ આમા કોઅજેહે ચ્યાથી લોક ઈસુ જીવનાલ એઅય હોકે. \p \v 11 કાહાકા આમા જીવતે હેજે સાદા ઈસુ લીદે મોરણા આથામાય રોજહે, કા ઈસુ જીવન બી આમે મોઅનારા શરીરમાય પ્રગટ ઓએ. \v 12 યાહાટી આમા મોરણા આથામાય રોજહે, બાકી યા પરિણામ તુમહેહાટી અનંતજીવન ઓઅયાહા. \p \v 13 બાકી આમા પ્રચાર કોઅના ચાલુ રાખજેહે કાહાકા આમહેમાય તોહડોજ બોરહો હેય, જેહેકેન ગીતશાસ્ત્ર લોખનારામાય આતો, જોવે ચ્યાય આખ્યાં, “માયે પોરમેહેરાવોય બોરહો કોઅયો, યાહાટી માયે આખ્યાં,” યાહાટી આમહાયબી બોરહો કોઅયો યાહાટી બોલજેહે. \p \v 14 કાહાકા આમા જાંઅજેહે, જ્યાંય પ્રભુ ઈસુલ મોઅલાહામાઅને પાછો જીવાડ્યો, તોજ આમહાનબી ઈસુમાય ભાગીદાર હેય ઈ જાઇન પાછો જીવાડી, એને તુમહેહાતે પોતાના હામ્મે ઉબાંરાંહાટી આમહાન તુમહેઆરે લેય યેઅરી. \v 15 કાહાકા ચ્યે બોદે દુઃખેં જ્યેં આમહાય સહન કોઅયે તુમહેહાટી હેય, એટલે જેહેકેન પોરમેહેરા સદા મોયા વોદારે ને વોદારે લોકહાન ખ્રિસ્તાપાય લેય યેહે, ચ્યેજ રીતે પોરમેહેરા મહિમાહાટી ધન્યવાદા પ્રાર્થના કોઅનારા લોકહા આક્ડોબી વોદતો જાય. \p \v 16 યાહાટી આમા ઈંમાત નાંય આરજે, જો આમે બારેના મનુષ્યત્વ નાશબી ઓઅતો જાહે, બાકી આમહે આત્મા દિહે-દિહે નોવો ઓઅતો જાહે. \v 17 કાહાકા આમહે વર્તમાના મુશીબાત્યો હાન્યો હેત્યો એને બોજ લાંબા સમયાલોગુ નાંય રોઅરી, બાકી યાહા પરિણામ અનંત મહિમા રોઅરી જીં ચ્યે બોદ્યેહેથી બોજ વોદારે ઓઅરી જ્યેં આમા વિચાર કોઅય હોકજેહે. \v 18 આમહાય આમહે દિયાન ચ્યાવોય નાંય કોઅયા, જીં દેખાયેહે બાકી ચ્યાવોય, જીં દેખાય નાંય. કાહાકા જીં કાય દેખાયેહે, તી ગેડી બોયજ હેય બાકી જીં દેખાય નાંય તી અનંતકાળા હેય. \c 5 \s આમહે હોરગ્યા ગુઉ \p \v 1 કાહાકા આમા જાંઅજેહે, કા આમહે શરીર યે દોરત્યેવોય તંબુ હારકા હેય, જ્યામાય આમા રોજહે, જોવે તી નાશ ઓઅય જાઅરી, તે આમહાન પોરમેહેરા પાયને હોરગામાય યોક ઓહડા ગુઉ મિળરી, જ્યાલ ચ્યાય પોતે આથેકોય બાંદલા હેય એને તી અનંતકાળ લોગુ રોઅરી. \v 2 યાહાટી આમા યા શરીરામાય કાંહાજેહે એને મોઠી આશા રાખજેહે, કા આમહાન યોક ઓહડા શરીર દેય, જીં આમે યા હોરગ્યા ગોઆ હારકા રોય. \v 3 જ્યાલ આમા પોવજે તે આમા નાગે નાંય રોય જાજે. \p \v 4 આમા યા શારીરિક શરીરમાય રોતી વોખાત વોજાથી દાબાયન હાઆ ટાકજેહે, કાહાકા આમા યા શારીરિક શરીરાલ છોડા નાંય માગજે બાકી આમા જાંઅજેહે કા પોરમેહેર આમહાન હોરગ્યા શરીર દેય, એટલે આમહે ઈ શરીર જીં મોઅઇ જાઅરી, એને અનંતજીવનામાય બોદલાય જાજે. \v 5 એને જ્યેં આપહાન યા નોવા શરીરાહાટી તિયાર કોઅયાહાં તો પોરમેહેર હેય, જ્યેં આપહાન બિયાના હારકા પવિત્ર આત્માબી દેનહા. \p \v 6 યાહાટી આમા ઇંમાતથી રોજહે એને ઈ જાંઅજેહે, કા જાંવલોગુ આમા યા શરીરામાય રોજહે, તાંઉ આમા હોરગા થી દુઉ રોજહે, જાં પ્રભુ રોહે. \v 7 કાહાકા આમા ચ્યાવોય બોરહો કોઅવાથી જીતહયા, ચ્યાલ એઅવાથી નાંય. \v 8 યાહાટી આમા ઇંમાતથી રોજહે, એને આમહાન ગોમહે કા મોઅના પાછે યા શરીરાલ છોડીન પ્રભુવા આરે પોતાના ગોઅમે રોજે. \s ખ્રિસ્તા ન્યાય કોઅના જાગો \p \v 9 યાહાટી આમહે આશા ઈ હેય, કા જો ઈહીં દોરત્યેવોય કા જો આમા ચ્યા હાતે હોરગામાય રોજે, બાકી આમા ચ્યાલ ગોમતે રોજે. \v 10 કાહાકા ઈ જરુરી હેય કા આમા બોદે ખ્રિસ્તા ન્યાયાસના હામ્મે ઓજૂર ઓઅજે કા દરેકાલ શારીરિક શરીરાથી કોઅલા હારાં કા ખારાબ કામ કોઅયા ઓરી ચ્યાનુસાર ચ્યાલ ફળ મીળે. \s પોરમેહેરાઆરે મેળમિલાપા સેવા \p \v 11 યાહાટી પોરમેહેરા દાક રાખીન, આમા લોકહાન હાચ્ચાયેવોય બોરહો કોઅરાહાટી વિનાંતી કોઅજેહે. પોરમેહેર આમહાન પુરેરીત્યેકોય જાંઅહે, આંય આશા કોઅતાહાંવ કા તુમહે મોનામાયબી આમહાન હારેરીતે જાંઅતાહા. \v 12 આમા તેરુંબી પોતાની વાહવા તુમહે હામ્મે નાંય કોઅજે બાકી આમા વિચારજેહે કા તુમહાન આમહેવોય વાહવા કોઅના કારણ મીળે, કા તુમા ચ્યાહાલ જાવાબ દેય હોકે, જીં રુદયા વાતે વોય નાંય, બાકી દિખાવટયે વાતેહેવોય વાહવા કોઅતેહે ચ્યાહાન તુમા જાવાબ દેય હોકે. \p \v 13 જો કાદાં આખહે કા આમા ગાંડા હેય, તે ઈ પોરમેહેરાહાટી હેય, એને જો આમહે દિમાક ઠિકાણે હેય તે ઈ તુમહેહાટી હેય. \v 14 કાહાકા ખ્રિસ્તા પ્રેમ આમહાન કોબજામાય કોઅહે, યાહાટી આમા મજબુત હેય, કા જોવે યોક માઅહું બોદા લોકહાહાટી મોઅઇ ગીયો, યાહાટી બોદે માઅહે મોઅઇ ગીયે. \v 15 એને ખ્રિસ્ત યા લીદે મોઅયો, કા જ્યેં જીવતે હેય, ચ્યે આગલા પોતાલ ખુશ કોઅરાહાટી નાંય જીવે, બાકી ચ્યાહાહાટી જીવે જો ચ્યાહાહાટી મોઅયો એને જ્યાલ પોરમેહેરે મોઅલાહામાઅને પાછો જીવતો કોઅયો. \s ખ્રિસ્તામાય નવા જીવન \p \v 16 યાહાટી આમી આમા કાદાલબી દુનિયા નોજારેકોય નાંય એઅહુ, એને આમહાય પેલ્લા ખ્રિસ્તાલ દુનિયા નોજારેકોય એઅયા, બાકી આમીને આમા એહેકેન નાંય કોઅજે. \v 17 યાહાટી જો કાદો ખ્રિસ્તામાય બોરહો કોઅહે તે ચ્યાલ યોક નોવો સ્વભાવ મિળહયો, જુનો સ્વભાવ જાતો રોયહો, એને આમી નોવો સ્વભાવ સુરુ ઓઅય ગીયહો. \p \v 18 એને બોદ્યો વાતો પોરમેહેરા પાયને હેય, જ્યાંય ખ્રિસ્તાથી પોતાના હાતે આપહે મેળમિલાપ કોઅય લેદો, એને મેળમિલાપા સેવા આમહાન હોઅપી દેનહી. \v 19 યા મોતલાબ ઓ હેય કા પોરમેહેરે માઅહા પાપહા દોષ ચ્યાહાવોય નાંય ગોણતા ખ્રિસ્તાથી પોતાના હાતે દુનિયા મેળમિલાપ કોઅય લેદો, એને યા મેળમિલાપા સંદેશા પ્રચારા સેવા આમહાન હોઅપી દેનહી. \p \v 20 યાહાટી આમા ખ્રિસ્તા એલચી હેજે, માના પોરમેહેર આપહેથી લોકહાન ચ્યા સંદેશ માની લાંહાટી બળજબરી કોઅય રિયહો, આમા ખ્રિસ્તાથી લોકહાન વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરાઆરે મેળમિલાપ કોઅય લા. \v 21 ખ્રિસ્ત જો પાપ વગર આતો, ચ્યાલ પોરમેહેરે આમહેહાટી પાપ કોઅઇ દેનો, એટલે આમા પોરમેહેરા નોજરેમાય ન્યાયી બોની હોક્યે કાહાકા ખ્રિસ્તાય આમહે પાપહા ડોંડ લેય લેદો. \c 6 \s સેવામાય અનુભવ \p \v 1 પોરમેહેરાઆરે કામ કોઅના લીદે આમા તુમહાન ઇબી વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરા જીં સદા મોયા તુમહાન મીળહી, ચ્યેલ નોકામ્યી મા જાં દાહા. \v 2 કાહાકા નિયમશાસ્ત્રામાય પોરમેહેર આખહે, “હાચ્ચાં સમયે આંય તો વોનાયો, એને તારણા દિહી માયે તુલ મોદાત કોઅયી,” વોનાયા, આમી હાચ્ચો સમય હેય, વોનાયા, આમી તારણા દિહી હેય. \s પાઉલા દુઃખેં \p \v 3 પોરમેહેરાઆરે કામ કોઅનારા હેજે, યા લીદે આમા કોઅયેહેબી વાતમાય કાદાલ ઠોકર ખાઅના મોકો નાંય દેજે, કા આમહે સેવાયેવોય દોષ નાંય યેય. \p \v 4 બાકી બોદયે રીત્યેથી, આમા દેખાડજેહે કા આમા પોરમેહેરા સેવાક હેજે, ધીરજથી આમા મુશ્કેલી, આબદા, એને દુઃખ સહન કોઅજેહે. \v 5 આમહાન ચાપકાહાકોય માર દેનો, જેલેમાય ટાક્યા, આમહાન ગીરદ્યેમાય તકલીફ દેની, આમહાય બોજ વોદારે મેઅનાત કોઅયી, આમા આખી રાત-રાતબોય જાગતા એને બુખા રિયા. \v 6 આમહાય ચોખ્યે રીતેથી, જ્ઞાનથી, ધીરજથી, કૃપાળુતાથી, પવિત્ર આત્મા નિષ્કપટ પ્રેમા અનુસરણ કોઇન, \v 7 હાચ્ચાયે પ્રચાર ને પોરમેહેરા સામર્થ્યા થી ન્યાયપણા આથ્યારથી આમહાય નાંય કેવળ પોતાનીજ હાંબાળ કોઅયી, બાકી હમલોબી કોઅયો. \p \v 8 માનપાન, એને અપમાન, વાહવા એને નિંદા, ઈ બોદા આમહાન મિળ્યાં, આમહાન કપટી ગોણ્યા, બાકી આમા હાચ્ચાં બોલજેહે. \v 9 કોલહાક લોક આમહાન જાંઅતાહા-વોળાખતાહા, તેરુંબી કોલહાક લોક આમહાન અજાણ્યા માનતાહા, આમા મોઅલા ગોણલા જાજહે એને તેરુંબી જીવતા હેજે, આમા માર ખાજહે, બાકી મોઅજે નાંય. \v 10 આમા દુઃખી હેજે, તેરુંબી આમા હર સમયે આનંદિત હેય, આમા પોતે તે કંગાલ હેય બાકી બીજહાન આત્મિકરીતેથી માલદાર બોનાવી દેજહે. એહેકેન હેય જેહેકેન આમહેપાય કાય નાંય તેરુંબી બોદા કાય હેજે. \p \v 11 ઓ કરિંથ શેહેરા વિસ્વાસ્યાહાય, આમહાય મુંય ખોલીન તુમહાન વાતો કોઅયો આમા તુમહાન પુરા રુદયાથી પ્રેમ કોઅજેહે. \v 12 આમા પોતાના પ્રેમાલ તુમહેહાટી વોછો નાંય કોઅજે, બાકી તુમા તુમહે પ્રેમાલ આમહેહાટી વોછો કોઅય રીયહા. \v 13 તુમહાન મા પાહા હોમજીન આંય તુમહાન આખતાહાવ, કા તુમાબી ચ્યા બોદલામાય આમહાન પુરા રુદયાથી પ્રેમ કોઆ. \s આમા પોરમેહેરા મંદિર હેય \p \v 14 નાંય બોરહો કોઅનારાહા આરે એકતામાય ઓઅના કોશિશ મા કોઅહા, કાહાકા ન્યાયપણા એને ખારાબ કામહા કાયજ તાળમેળ નાંય હેય, એને ઉજાળાં એને આંદારાંબી પુરે રીતેથી આલાગ હેય. \v 15 ખ્રિસ્ત એને સૈતાના કાયજ સબંધ નાંય હેય, યાહાટી બોરહો કોઅનારા નાંય બોરહો કોઅનારા આરે કાયજ સંગતી નાંય હેય. \v 16 પોરમેહેરા દેવાળામાય મુર્તિહી કાયજ જાગો નાંય હેય. કાહાકા આપા તે જીવતા પોરમેહેરા દેવાળા હેજે, જેહેકેન કા પોરમેહેરે પવિત્રશાસ્ત્રમાય આખ્યાહા, “આંય ચ્યા લોકહા મોનામાય રોહીં એને ચ્યાહાઆરે ચાલહીં, એને આંય ચ્યાહા પોરમેહેર ઓઅહીં, એને ચ્યા મા લોક ઓઅઇ.” \p \v 17 યાહાટી પ્રભુ આખહે જ્યા લોક, પોરમેહેરા વચનાપ્રમાણે નાંય ચાલે ચ્યાહાથી આલાગ રા, “તુમા ચ્યા લોકહા વોચમાઅને બારે નિંગી યા એને અશુદ્ધ વસ્તુલ મા આથલાહા, તે આંય, તુમહાન સ્વીકાર કોઅહી. \v 18 આંય તુમહે આબહો બોનહી, એને તુમા મા પોહા એને પોહયો બોનહા, ઈ સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેરા વચન હેય.” \c 7 \p \v 1 ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, કાહાકા પોરમેહેરે આપહાન પોતાના પોહહા હારકા સ્વીકાર કોઅરાહાટી યે રીતે વાયદો કોઅયોહો, તે યા, આપા પોતાના શરીર એને આત્મા બોદા મેલાપણા ચોખ્ખાં કોઅતે, એને પોરમેહેરા દાક રાખીન પુરીરીતેથી ચોખ્ખાં જીવન જીવા કોશિશ કોઆ. \s આનંદ એને મોન બોદાલના \p \v 2 આમહાન પોતાના પુરા રુદયાથી પ્રેમ કોઆ, આમહાય નાંય કાદા આરે ખોટાં કોઅયાહાં, નાંય કાદા બગાડયાહા, એને નાંય કાદાલ છેતર્યાહા. \v 3 આંય તુમહાન દોષી ઠોરવાહાટી ઈ નાંય આખું, કાહાકા આંય પેલ્લોજ આખી ચુકયોહો, કા આમા તુમહાન પુરા રુદયાથી પ્રેમ કોઅજેહે, એને પ્રેમ કોઅતા રોહુ, ભલે કાયબી ઓઅય જાય. \v 4 આંય તુમહાન પુરા બોરહાથી આખી રિયહો, આંય તુમહે વાહવા કોઅહુ, માન બોજ દિલાસો મિળ્યો એને બોદ્યેજ મુશ્કીલ્યેહેમાય, આંય આનંદાકોય બોઆલો રોતાહાંવ. \p \v 5 કાહાકા જોવે આમા મોકોદુનિયા વિસ્તારામાય યેના, તોવેબી આમે શરીરાલ આરામ નાંય મિળ્યો, બાકી આમા ચારી ચોમખીને મુશ્કીલ્યો વેઠતા આતા, આમહે ચારીચોમખી જગડા કોઅતા આતા, એને આમહે રુદયામાય બિક આતી. \v 6 તેરુંબી નિરાશ લોકહાન દિલાસો દેનારો પોરમેહેરે તીતુસા યેવાથી આમહાન દિલાસો દેનો. \v 7 એને કેવળ ચ્યા યેવાથીજ નાંય, બાકી ચ્યા દિલાસાથીબી, જીં તીતુસાલ તુમહેપાઅને મિળ્યેલ. ચ્યાય માન માંહાટી તુમહે આશા, એને દુઃખ એને માંહાટી તુમહે દેખભાલે ખોબાર આમહાન વોનાડયો, જ્યાથી માન વિશેષ આનંદ જાયો. \p \v 8 માન યે વાતે અફસોસ નાંય આતો કા માયે તુમહાન તી પત્ર લોખ્યાં, ભલે ને યાય તુમહાન દુઃખી કોઅયા ઓરી, જેહેકેન માન પેલ્લીવાર દુઃખી ઓઅયો, કાહાકા માયે દેખ્યાં કા યાથી તુમહાન વોછા સોમયાહાટી દુઃખી કોઅય દેનહા. \v 9 બાકી આમી આંય આનંદામાય હેતાંવ, યાહાટી નાંય કા તુમહાન દુઃખી કોઅયા, બાકી યાહાટી કા તુમહાય ચ્યા દુઃખી ઓઅવાથી પાપ કોઅના બંદ કોઅય દેના. તુમહાય ચ્યા દુઃખાલ પોરમેહેરા ઇચ્છા નુસાર માની લેદા એને યે રીતે તુમહાન આમહેપાઅને કોઅયેહેજ વાતે નુકસાન નાંય ઓઅયા. \v 10 જો કાદાં માઅહું પોરમેહેરા ઇચ્છા નુસાર દુઃખ માની લેહે, તે તો પાપ કોઅના બંદ કોઅય દી એને તો તારણ મેળવી, ઈ કાય દુઃખા વાત નાંય હેય. બાકી દુનિયા દુઃખ અનંત મોરણા એછે લેય જાહાય. \p \v 11 આમી એઅયા, તુમહાય જીં દુઃખ પોરમેહેરા મોરજી નુસાર માની લેદા, ચ્યાય તુમહેમાય કાય-કાય બોદલાણ કોઅયોહો, ઓહડો આનંદથી બોરાલો તત્પરતા, પોતાનો પક્ષ ચોખ્ખી કોઅના ઓહડી મોઠી મોરજી, અન્યાયા પ્રતિ ઓહડો ગુસ્સો, મુશ્કીલ્યે પ્રતિ ઓહડી સાવધાની, માન બેટ કોઅના ઓહડી તેજ મોરજી, સેવાયે પ્રતિ ઓહડો આનંદ એને દુરાચાર્યાહાન ડોંડ દાંહાટી ઓહડયે તેજીથી તુમહાય ઈ સાબિત કોઅય દેના કા બોદાંજ ઠીક-ઠાક કોઅનામાય તુમહાય કાયબી બાકી નાંય છોડયા. \v 12 બાકી ઈ પત્ર માયે નાયતે તુમહાન યાહાટી લોખ્યાં કા માન ચ્યા કાળજી આતી, જીં અન્યાય કોઅહે એને નાંય કા ચ્યાહાટી, જીં અન્યાય સહન કોઅહે બાકી યાહાટી કા પોરમેહેરા હામ્મે ખુદ તુમાંજ ઈ એઅઇ લા કા તુમા આમહે પ્રતિ કોલહા હાચ્ચાં હેય. \p \v 13 યાથી આમહાન દિલાસો મિળ્યો, એને આમહે યા દિલાસાહાતે આમા તીતુસા આનંદાલ એઇન આજુબી આનંદિત જાયા, કાહાકા તુમહે બોદહાથી ચ્યાય નોવી તાજગી મેળવિહી. \v 14 કાહાકા જો માયે તીતુસા હામ્મે તુમહેવોય અભિમાન દેખાડયોહો, તે માન ચ્યાહાટી લાજવાયા નાંય પોડ્યા. જ્યેં પરમાણે, જીં માયે તુમહાન આખ્યાં તી હાચ્ચાં આતા, ચ્યેજ પરમાણે તીતુસા હામ્મે મા અભિમાન કોઅના બી હાચ્ચાં સાબિત જાયા. \p \v 15 જોવે તો યાદ કોઅહે કા તુમા બોદે આજ્ઞા પાળનારે આતેં એને તુમહાય કોલહાક બિઅતા એને કાપતા ચ્યા સ્વાગત કોઅયા, તોવે ચ્યા જો પ્રેમ તુમહે પ્રતિ આજુ વદારે વોદી જાહાય. \v 16 આંય પુરે રીતેથી તુમહાવોય બોરહો કોઅતાહાંવ, યાથી આંય આનંદિત હેતાંવ. \c 8 \s ઉદારતાથી દાન દેયના \p \v 1 આમી ઓ બાહાહાય એને બોઅયેહેય મોકોદુનિયા વિસ્તારા મંડળ્યેહે વિસ્વાસ્યાહાવોય, આમા તુમહાન પોરમેહેરા ચ્યે સદા મોયા ખોબાર દેજહે, ચ્યા બારામાય આંય તુમહાન આખા માગહુ. \v 2 જોવે ચ્યાહા બોજ બોદી મુશ્કીલીયહેથી પરીક્ષણ જાયા, તે ચ્યે બોજ ખુશ આતેં, ચ્યે બોજ ગોરીબ આતેં બાકી ચ્યાહાય બિજા વિસ્વાસ્યાહા મોદાત કોઅરાહાટી બોજ ઉદારતાથી પોયહા દેના. \p \v 3 એને ચ્યાહાય પોતાના શક્તિનુસાર, બાકી ચ્યાથીબી વોદારે, પોતાના મનથી દાન દેનહા ચ્યાહા બારામાય મા ઈ સાક્ષી હેય. \v 4 ચ્યાહાય તે વિનાંતી વોય વિનાંતી કોઇન પોરવાનગી માગ્યી કા ચ્યાહાય યેરૂસાલેમમાય સંત લોકહાન મોદાત કોઅયી ધન્યતામાય ભાગીદાર ઓઅના હારો મોકો મેળાવલો જાય. \v 5 એને ઈ બોદા આમહે આશાયેથીબી વોદારે આતાં, ચ્યાહાય બોદહા પેલ્લા પોતાલ પ્રભુહાટી એને પાછે પોરમેહેરા ઇચ્છાથી આમહેહાટી હોઅપી દેના. \p \v 6 યાહાટી આમહાય તીતુસાલ વિનાંતી કોઅયી, કા જેહેકેન ચ્યાય પેલ્લી શુરવાત કોઅયેલ, તેહેકેનુજ તુમહે વોચમાય યા દાનાં કામાલ પુરાં બી કોએ. \v 7 બાકી જેહેકેન બોદયે વાતમાય એટલે બોરહો, વચન, જ્ઞાન એને બોદીજ જાત્યે યત્નમાય, એને ચ્યા પ્રેમામાય જો આમહાવોય રાખતાહા, વોદતા જાતહા, તેહેકેનુજ ગરીબ વિસ્વાસ્યાહાલ દાન દેયના કામાંમાયબી વોદતા જાં. \s ખ્રિસ્ત આમહે નમુનો હેય \p \v 8 આંય યે બાબતમાય કાય આગના તે નાંય દેય રિયહો, બાકી બિજા લોકહા આનંદા દાખલો દેયને આંય તુમહે પ્રેમા હાચ્ચાયે પરીક્ષા લાં માગહુ. \v 9 તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા જાંઅતાહા, કા તો માલદાર આતો તેરુંબી તુમહેહાટી ગોરીબ બોન્યો, યાહાટી કા ચ્યા ગોરીબ ઓઅવાથી તુમા માલદાર ઓઈ જાય. \p \v 10-11 ગીયા વોરહામાય તુમા કેવળ દાન દેઅનામાય પેલ્લે આતેં બાકી ઓહડા કોઅરાબી ઇચ્છા રાખનામાય પેલ્લે આતેં, ઈહીં મા સલાહા હેય કા યા મામલામાય તુમહેહાટી બોદહાથી હારાં કાય હેય, આમી જીં કામ તુમહાય સુરુ કોઅયાહાં, ચ્યાલ પુરાં કોઆ, તુમા યાલ પુરાં કોઆહાટીબી ઓલાંજ ઉત્સુક બોની રા, જોલા તુમા ચ્યાલ સુરુ કોઅના સમયે આતા. \v 12 કાહાકા જો કાદામાય દાન દેયના ઇચ્છા હેય તે જીં કાય ચ્યાપાય હેય, ચ્યા આધારાવોય ચ્યા દાન માન્ય ઓઅરી, નાંય કા ચ્યા આધારાવોય, જીં ચ્યાપાય નાંય હેય. \p \v 13 આંય નાંય વિચારુ કા બિજા લોકહા જરુરતમાય મોદાત કોઅના લીદે તુમહે પોતાના જીવન કઠીણ બોની જાય, બાકી બોદહા જીવન યોક હારકા રા જોજે. \v 14 યે સમયે તુમહેપાય બો બોદા હેય ચ્યાથી જ્યાહાન જરુરી હેય ચ્યાહાન પુરાં કોઆ, એટલે યેનારા સમયામાય ચ્યાહાપાયબી બો બોદા વોદી જાય ચ્યાથી તુમહે જરુરતો પુરી કોઅય, તોવે બેની હારકા ઓઅય જાય. \v 15 જેહેકેન કા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જ્યાહાય વોદારે યોખઠા કોઅયા ચ્યાહા કાય વોદારે નાંય નિંગ્યા એને જ્યાહાય વોછા યોખઠા કોઅયા ચ્યાહાલ કાય ખોટ નાંય પોડી.” \s તીતુસાલ કરિંથમાય દોવાડના \p \v 16 પોરમેહેરા ધન્યવાદ ઓએ, જ્યાંય તીતુસા રુદયામાય ચ્યાજ વિચાર ટાક્યા જ્યા માન તુમહેહાટી હેય. \v 17 જોવે આમહાય ચ્યાલ તુમહાન મિળાહાટી આખ્યાં, તે ચ્યાય આમહે વિનાંતી સન્માન કોઅયો, એને તો ઉત્સાહાથી પોતાની ઇચ્છાથી તુમહેપાય યાહાટી તિયાર જાયો. \p \v 18 એને આમા ચ્યાઆરે યોક આજુ વિસ્વાસી બાહાલ દોવાડી રીયહા, જો બોદી મંડળ્યેહે વિસ્વાસ્યાહામાય હારી ખોબારે પ્રચારાહાટી માનાપાના ઓઅતો જાહાય. \v 19 એને ઓલાહાંજ નાંય, બાકી તો મંડળ્યે વિસ્વાસ્યાહાથી ઠોરાવલોબી ગીયો, કા યા દાનાં કામાહાટી આમહે આરે જાય એને આમા ઈ સેવા પ્રભુ મહિમા એને ઈ દેખાડાહાટી કોઅજેહે, કા આમા યેરૂસાલેમમાય વિસ્વાસ્યાહા મોદાત કોઅરાહાટી આમા ઉત્સુક હેજે. \p \v 20 આમા તીતુસાઆરે ચ્યા વિસ્વાસી બાહાલ દોવાડીન યે વાતમાય હાચવીન હેજે, કા યા ઉદારતા કામાવિષાય માય જ્યા સેવા આમા કોઅજેહે, કાદો આમહાવોય દોષ નાંય થોવે. \v 21 કાહાકા જ્યો વાતો કેવળ પ્રભુવા નોજરેમાયજ નાંય, બાકી માઅહા નોજરેમાયબી હારી હેય, આમા ચ્યે વસ્તુહુલ હારિરીતે કોઅરાહાટી પોતે દિયાન દેજહે. \p \v 22 એને યા હાતે યોક આજુ વિસ્વાસી બાહાલ દોવાડી રીયહા, જ્યાલ આમહાય બોજદા પારખ્યોહો એને તો હાચ્ચો માલુમ પોડયોહો. બાકી આમી તુમાહાવોય ચ્યા મોઠો બોરહો હેય, યા લીદે તો આજુબી વોદારે આનંદામાય હેય. \v 23 જો કાદો તીતુસા બારામાય પુછે, તે તો મા આર્યો, એને તુમહેહાટી મા હાંગાત્યો હેય, એને જો આમે વિસ્વાસી બાહાહા બારામાય પુછે, તે ચ્યા મંડળ્યેહે દોવાડલા એને ચ્યા ખ્રિસ્તાહાટી માનપાન લેય યેતહા. \v 24 યાહાટી તુમા ચ્યાહાન તુમહે પ્રેમ દેખાડા એને મંડળ્યે વિસ્વાસ્યાહા હામ્મે ઈ સાબિત કોઆ કા આમે તુમહેવોય વાહવા કોઅના હાચ્ચાં હેય. \c 9 \s મોદાત કોઅના અગુવાઈ \p \v 1 આમી યેરૂસાલેમમાય વિસ્વાસ્યાહાન પોયહા દેઅના સેવાયે બારામાય, માન તુમહાન લોખના કાય જરૂરત નાંય હેય. \v 2 કાહાકા આંય તુમહે દાન દેઅના ઇચ્છા જાંઅતાહાંવ, જ્યા લીદે આંય તુમહે બારામાય, મોકોદુનિયા વિસ્તારા વિસ્વાસ્યાહા હામ્મે વાહવા દેખાડુહું, કા તુમા જ્યા આખાયા વિસ્તારા લોક યોકા વોરહાથી તિયારી ઓઅલા હેતા, એને તુમહે ઉત્સાહાય એને બોજ જાંણહાનબી મોદાત કોઅરાહાટી ઉત્સાહી કોઅયા. \p \v 3 બાકી માયે યા વિસ્વાસી બાહાહાલ યાહાટી દોવાડયાહા, કા આમહાય જીં વાહવા તુમહે બારામાય પ્રગટ કોઅયોહો, ચ્યા યે વાતમાય નોકામ્યા નાંય ઠોરે, બાકી જેહેકોય માયે આખ્યાં, તેહેકેનુજ યેરૂસાલેમમાય વિસ્વાસ્યાહાન પોયહા દાં તુમા તિયાર રા. \v 4 એહેકોય નાંય ઓએ, કા જો મોકોદુનિયા કોલહાક વિસ્વાસ્યા મા હાતે યેય, એને તુમહાન પોયહા દાંહાટી તિયાર નાંય દેખાય, તે આમહાન તુમહેવોય ખાત્રી કોઅનામાય લાજવાયા પોડે, બાકી તુમહાન તે યા કોઅતાબી વોદારે લાજવાયા પોડરી. \v 5 યાહાટી માયે યા વિસ્વાસી બાહાહાલ ઈ વિનાંતી કોઅના જરૂર્યે હોમજ્યા કા ચ્યા પેલ્લેથીજ તુમહેપાય જાય, એને ચ્યા દાનાલ તિયાર કોઅય થોવે, જ્યાલ તુમહાય ઉદારતાથી દેઅના વાયદો કોઅયેલ, તે કંજુસાયથી નાંય બાકી રાજીખુશીકોય તિયાર રા. \s હારાં દાન દેનારા \p \v 6 યે વાતે દિયાન રાખે, કા જીં વોછા પોઅહે, તી વોછા વાડી, એને જીં વોદારે પોઅહે, તી વદારે વાડી. \v 7 જ્યેં કાદે જેહેકોય મોનામાય ઠોરવ્યાહાં, તેહેકોયનુજ દાન દેય, તો નાંય કારકુરથી નાંય દબાણથી દાન દેય, કાહાકા “પોરમેહેર ખુશીથી દેનારાવોય પ્રેમ કોઅહે.” \p \v 8 પોરમેહેર બોદાજ પ્રકારા બોરકાત તુમહાન જરુરતથી વોદારે દેય, જ્યેથી બોદીજ વાતમાય એને બોદ્યેજ વેળે, તુમહાન કોઅહીજ વાતની કમી નાંય રોય, બાકી હર યોક હારાં કામાહાટી તુમા દેય હોકહા. \v 9 જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પોરમેહેરાય જરુરી વાળહાન ઉદારતાથી દેનહા, ચ્યા ન્યાયપણા કાયામ બોની રોહે.” \p \v 10 પોઅનારાલ બિયારો એને ખાંહાટી ખોરાક દેનારો પોરમેહેર તુમહાન જ્યા બિયારા જરુર હેય તી બોદા પુરાં પાડી, એને ચ્યાલ વોદાડી, જ્યાથી તુમહે ન્યાયપણા ફળ બોજ ઓઅરી. \v 11 યે રીતે તુમા બોદ્યેજ જાત્યે મિલકાતથી ભરપુરી ઓઇન ઉદારતા દેખાડાં સમર્થ ઓઅહા, એને જોવે આમા જરુર પોડતા લોકહાન, તુમહે દાન દાહું, તે ચ્યા લોક પોરમેહેરાલ ધન્યવાદ દેઅરી. \p \v 12 કાહાકા યે સેવાયેથી નાંય કેવળ પવિત્ર લોકહા ગોરાજ પુરી ઓઅહે, બાકી બોજ લોક પોરમેહેરાલ ધન્યવાદ દાંહાટી પ્રેષિતબી રોતહા. \v 13 કાહાકા યે દેયના સેવાયેથી ચ્યે જાઅરી કા તુમા લોક હાચ્ચાં હેતા એને ચ્યે પોરમેહેરા મહિમા કોઅરી, કા તુમહાય ખ્રિસ્તા હારી ખોબારેલ બોરહાહાતે માની લેદા એને ચ્યા આગના પાળતાહા, એને તુમા ગોરીબ વિસ્વાસ્યા એને બોદહા ઉદારતાહાતે મોદાત કોઅતાહા. \v 14 ચ્યે તુમહેહાટી પોરમેહેરાલ પ્રાર્થના કોઅરી, ચ્યે તુમહાલ પ્રેમ કોઅતેહે, કાહાકા ચ્યે જાંઅતેહે કા પોરમેહેરે તુમહેવોય કોલહી સદા મોયા કોઅયીહી. \v 15 યા, આપા પોરમેહેરાલ ચ્યા મહાન દાનાહાટી ધન્યવાદ દા, જી કાદાબી માઅહું પોતાના શબ્દાથી પુરીરીતેથી વર્ણન નાંય કોઅય હોકે જીં ચ્યાય આપહાન દેનહા. \c 10 \s આત્મિક લોડાઈ \p \v 1 આંય તોજ પાઉલ જો તુમહે હામ્મે બોલવાથી બિઅતાહાવ, બાકી તુમહેથી દુર રોવાથી ઇંમાતવાળો બોની જાતહાવ, તુમહાન ખ્રિસ્તા નમ્રતા, એને કોમળતા લીદે વિનાંતી કોઅય રિયહો. \v 2 આંય ઈ વિનાંતી કોઅતાહાંવ, કા જોવે આંય તુમહેપાય યાંવ તે માન કોઠોરતા દેખાડાં નાંય પોડે. કાહાકા માન ખાત્રી હેય કા આંય ઓહડા લોકહાઆરે કોઠોરતા દેખાડીન વેવહાર કોઅહુ. \p \v 3 ભલે આમા યા દુનિયામાય રોજહે, બાકી આમા આમહે દુશ્માનાહા હાતે નાંય જુલાજે જેહેકેન કા યા દુનિયા લોક જુલાતાહા. \v 4 જ્યા આથ્યારાહાથી આમા જુલાજેહે, ચ્યે દુનિયાદારી આથ્યાર નાંય હેય, બાકી પોરમેહેરા શકતીવાન આથ્યાર હેય, જ્યેં કિલ્લાહાન તોડી પાડતેહે. \p \v 5 યાથી આમા હર યોક વિરોદાલ, ચ્યા હર યોક મોઠયો-મોઠયો વાતો કોઅનારાલ, જીં પોરમેહેરા જ્ઞાના વિરુદ માથાં ઉઠાવેહે, તોડી પાડજેહે એને હર યોક વાદવિવાદ કોઅનારાલ ખ્રિસ્તા આગના પાળનારો બોનાડી દેજહે. \v 6 એને જોવે તુમા પુરીરીતેથી ખ્રિસ્તા આગના પાળનારે ઓઅય જાય, પાછે આમા બોદી આગના નાંય પાળનારાહાલ શિક્ષા દાંહાટી તિયાર હેય. \s પાઉલા ઓદિકાર \p \v 7 તુમા કેવળ જીં હામ્મે હેય, ચ્યા ચ્યે વાતહેલુજ એઅતાહા. ઓહડયે જો કાદાલ પોતાના બારામાય ઓ બોરહો હેય કા આંય ખ્રિસ્તા હેય તે ઇબી જાંઆય લા કા જેહેકેન તો ખ્રિસ્તા હેય, તેહેકોયનુજ આમા બી ખ્રિસ્તા હેય. \v 8 જો આંય ચ્યા ઓદિકારા બારામાય કાય વોદારે વાહવા કોઅતાહાંવ, જીં પ્રભુય માન તુમહે બોરહાલ મજબુત કોઅરાહાટી દેનહા નાંય કા તુમહે બોરહાલ નાશ કોઅરાહાટી, તે માન યે વાતે કાય લાજ નાંય હેય. \p \v 9 ઈ આંય યાહાટી આખતાહાવ, કાહાકા આંય નાંય વિચારુ કા તુમહાન ઈ ખોબાર પોડે કા આંય તુમહાન બિયાડના મોતલાબથી ઈ પત્ર લોખી રિયહો. \v 10 કાહાકા કોલહાક લોક આખતાહા, “ચ્યા પત્રે તે કડાક એને પ્રભાવશાળી હેય, બાકી જોવે એઅજેહે, તે ચ્યા શરીર નોબળા હેય એને ચ્યા બોલ્યેમાય દમ નાંય.” \p \v 11 યાહાટી જો એહેકેન આખહે, કા ચ્યા લોક ઈ યાદ રાખે, કા જેહેકેન બોઅડા પાછાડી પત્રાહામાય આમહે વચન હેય, તેહેકેનુજ તુમહે હામ્મે આમહે કામેબી રોઅરી. \s પાઉલા ઓદિકારા હિવાડા \p \v 12 કાહાકા આમહાન ઈ ઈંમાત નાંય કા આમા પોત પોતાનાલ ચ્યાહા હાતે ગોણજે, ચ્યાહાન આપહામાય મેળાવતે, જ્યેં પોતે વાહવા કોઅતેહે, એને પોતપોતાને મોજમાપ કોઇન યોકબિજાથી તુલના કોઇન મૂર્ખ ઠોરતેહેં. \p \v 13 આમા તે ચ્યા કામહા હિવેથી બારે જીં પોરમેહેરે આમહાન દેનહા, વાહવા કોદહીજ નાંય કોઅજે, બાકી ચ્યે હિવહે આંદારુજ જીં પોરમેહેરે આમહેહાટી ઠોરાવી દેનહી, એને ચ્યેમાય તુમાબી યેય ગીયહેં એને ચ્યા ઇસાબે વાહવા કોઅહુ. \v 14 કાહાકા આમા પોતાની હિવ નાંય વંડાળજે જાણે આમા તાં લોગુ પોઅચ્યાહાજ નાંય, જાં યે સમયે તુમા હેય કાહાકા આમહાયજ બોદહા પેલ્લા તુમહે વોચમાય ખ્રિસ્તા હારી ખોબારે પ્રચાર કોઅયેલ. \p \v 15 એને આમા હિવે બારે બીજહા મેઅનાતે વોય વાહવા નાંય કોઅજે, બાકી આમહાન આશા હેય કા જેહે-જેહે તુમહે બોરહો વોદતો જાય તેહે-તેહે આમા પોતાની હિવે નુસાર તુમહે લીદે આજુબી કામ વોદાડતા જાહું, \v 16 કા આમા તુમહે હિવે કોઅતા દુર-દુર વિસ્તારાહામાયબી હારી ખોબારે પ્રચાર કોઅજે, એને ઈ નાંય, કા આમા બીજહા હિવે આંદાર પેલ્લાજ ઓઅલા કામહાવોય વાહવા કોઅજે. \v 17 બાકી જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જો કાદો વાહવા કોઅરા માગે, તે તો પ્રભુમાંય વાહવા કોએ.” \v 18 કાહાકા જો પોતે વાહવા કોઅહે, તો નાંય, બાકી જ્યા વાહવા પ્રભુ કોઅહે, તોજ પ્રભુ નોજરેમાય હારો હેય. \c 11 \s ચ્ચાહા બોરહા બારામાય ચિંતા \p \v 1 જો તુમા મા વાયજ મુર્ખાય સહન કોઅય લેતા તે કાય હારાં ઓઅતા, હાં, મા સહનબી કોઅય લા. \v 2 કાહાકા જેહેકેન પોરમેહેર કોઅહે આંય તુમહાન પ્રેમ કોઅતાહાંવ એને આંય તુમહે કાળજી કોઅતાહાંવ, યાહાટી માયે તુમહે યોકમાત્ર વોવડો ખ્રિસ્તાઆરે તુમહે હોગાઇ નોક્કી કોઅયીહી, જ્યેલ આંય તુમહાન પવિત્ર કુવાર્યે હારકા ચ્યા હામ્મે હોઅપી દાવ. \p \v 3 બાકી આંય બિઅતાહાવ કા જેહેકેન સૈતાનાય હાપા હારકા પોતાના ચતુરાયથી પેલ્લી થેએ હવ્વાયેલ છેતરી, તેહેકેનુજ તુમહે મોન નિખાલસ એને પવિત્રતાથી જીં ખ્રિસ્તાહાતે રા જોજે કાય નાશ નાંય કોઅલે જાય. \v 4 કાહાકા જોવે કાદાં માઅહું તુમહેપાય યેયન, કાદા બિજા ઈસુ પ્રચાર કોઅહે, જ્યા પ્રચાર આમહાય નાંય કોઅયો કા કાદો બિજો આત્મા મિળહે, જો પેલ્લો નાંય મિળલો આતો, કા આજુ કાદો આલાગ હારી ખોબાર ગ્રહણ કોઅહે જ્યાલ પેલ્લા તુમા નાંય વોનાલા આતા, તે તુમા યાલ બોજ ખુશીથી માની લેતહા. \s પાઉલ એને જુઠા પ્રેષિત \p \v 5 આંય તે પોતે-પોતાલ કોઅયેહેબી વાતમાય મોઠામાય મોઠા પ્રેષિતાહા કોઅતો વોછો નાંય માનુ. \v 6 જાણે કા આંય બોલવામાય ઉશાર નાંય હેતાંવ, બાકી નોકીજ જ્ઞાનમાય આંય વોછો નાંય, એને યા સાબિતી આમા બોદયે રીતેથી એને બોદયે જાત્યે વાતહેમાય તુમહાન દેય ચુક્યાહા. \p \v 7 માયે તુમહાન પોરમેહેરા હારી ખોબાર મોફાતમાય વોનાડી, એને પોતે પોતાનાલ નિચો કોઅયો, એટલે તુમા ઉચા ઓઅય જાય, તો કાય માયે ઓહડા કોઅવાથી ખોટાં કોઅયાહાં? \v 8 માયે તુમહે સેવા કોઅરાહાટી બીજી મંડળ્યેહેથી પોયહા લેદા, તુમા ચ્યાલ લુટનાં મા આખહા. \v 9 એને જોવે તુમહેઆરે આતો, એને માન પોયહા જરુર પોડી, તે આંય તુમહેમાઅને કાદાવોય વોજો નાંય બોન્યો, કાહાકા વિસ્વાસી બાહાહાય, મોકોદુનિયા વિસ્તારામાઅને યેયન મા જરુરાત પુરી કોઅયી, એને માયે બોદયે વાતમાય પોતે પોતાલ તુમહાવોય વોજો બોનનાથી રોક્યો, એને રોકી રોહીં. \p \v 10 જેહેકેન કા નોકીજ રીતે ખ્રિસ્તા હાચ્ચાઇ માંયેમાય હેય, યાહાટી પુરા આખાયા વિસ્તારામાય કાદો માન યે વાતવોય વાહવા કોઅનાથી નાંય રોકી કા માયે કાદાપાઅને પોયહા નાંય લેદા. \v 11 માયે તુમહેપાઅને પોયહા કાહાનાય લેદા? કાય માયે એહેકેન યાહાટી કોઅયા કાહાકા આંય તુમહાન પ્રેમ નાંય કોઅઉ? પોરમેહેર જાંઅહે કા આંય તુમહાન કોલહો પ્રેમ કોઅતાહાંવ. \p \v 12 બાકી જીં આંય કોઅતો યેય રિયહો, તીંજ કોઅતો રોહીં, એટલે ચ્યા માઅહાન યે વાતવોય વાહવા કોઅના મોકો નાંય દાવ, કા ચ્યે બી તીંજ કામ કોઅય રીયહે જીં આમા કોઅય રીયહા. \v 13 કાહાકા ઓહડા લોક જુઠા પ્રેષિત એને કપટથી કામ કોઅનારા, એને ખ્રિસ્તા પ્રેષિત ઓઅના જુઠો વેહે કોઅતાહા. \p \v 14 એને ઈ કાય નોવાયે વાત નાંય કાહાકા સૈતાન પોતેબી પોરમેહેરા મહિમાવાળો હોરગા દૂતા રુપ લેયને દોગો દેહે. \v 15 યાહાટી જો ચ્યા સેવાકબી ન્યાયપણા સેવાક ઓઅના ડોંગ કોએ, તે યામાય કાય મોઠી વાત નાંય હેય, ચ્યાહા છેવાટ ચ્યાહા કામહાનુસાર ઓઅરી. \s ખ્રિસ્તાહાટી દુઃખ વેઠના \p \v 16 આંય પાછો આખતાહાવ, કાદો માન મૂર્ખ નાંય હોમજે બાકી જો તુમહાય માન એહેકેન માનીજ લેદહા તે માન મૂર્ખા હારકા માની લા. યાથી માન બી વાહવા કોઅના મોકો મિળી જાય. \v 17 યા બારામાય જીં કાય આંય આખતાહાવ, તી પ્રભુ આગનાયેનુસાર નાંય બાકી મૂર્ખતાથીજ આખતાહાવ. \v 18 જોવેકા બોજ લોક યા દુનિયા લોકહા હારકા અભિમાન કોઅતાહા, તે આંયબી અભિમાન કોઅહી. \p \v 19 તુમા તે હોમાજદાર બોનીન આનંદથી મૂર્ખા સહન કોઅતાહા. \v 20 જોવે તુમહાન કાદો ગુલામ બોનાવી લેહે, કા તુમહેપાય જીં કાય હેય તી તો લેય લેહે, કા તુમહે ફાયદો ઉઠાવેહે, કા પોતે પોતાલ તુમહેથી મોઠો બોનાડેહે, કા તુમહે મુંયાવોય થાપાડ ઠોકહે, તે તુમા વેઠી લેતહા. \v 21 આંય લાજથી માની લેતહાવ, કા તુમહેઆરે ઓહડો વેવહાર કોઅરા માન ઈંમાત નાંય ઓઅયી. તુમા યેલ મા નોબળાય હોમજ્યા, બાકી જ્યેં વાતહેબારામાય ચ્યા લોક વાહવા કોઅના ઈંમાત કોઅતાહા, આંયબી ચ્યે વાતહેબારામાય તેહેંજ કોઅય હોકહુ. \p \v 22 કાય ચ્યાબી હિબ્રુ હેય? આંયબી હેય, કાય ચ્યાબી ઈસરાયેલી હેય? આંયબી હેય, કાય ચ્યાબી આબ્રાહામા પેડ્યેમાઅને હેય? આંયબી હેય. \v 23 કાય ચ્યાબી ખ્રિસ્તા સેવાક હેય? આંય ગાંડા માઅહા હારકો આખતાહાવ, આંય ચ્યાહાથી વોદારી હેતાંવ, માયે એલાહાથી વોદારે મેઅનાત કોઅયીહી, એલાહાથી વોદારે જેલેમાય ગીયહો, બોજદા ચાપકાહાકોય માર ખાદહો, મા જીવ ફાંદામાય યેય પોડયો. \p \v 24 પાચ વોખાત માયે યહૂદી ગુરુવાહા આથાકોય ઓગણચાળીસ-ઓગણચાળીસ ચાપકા માર ખાદો. \v 25 તીન વોખાત માયે હોટયેહેથી માર ખાદો, યોક વોખાત દોગડાહા માર ખાદો, તીન વોખાત જાહાજ ટુટી ગીયા, એને યોક રાત એને યોક દિહી આંય દોરિયામાય પોડી રિયો. \v 26 માન ગેડી-ગેડી મુસાફીરી કોઅરા પોડી, કોદહી નોયહેમાઅને મુશીબાત, કોદહી બાંડહા મુશીબાત, કોદહી પોતાના જાતલાહા, કોદહી ગેર યહૂદીયાહાથી મુશીબાત, કોદહી શેહેરાહામાઅને મુશીબાત, કોદહી ઉજાડ જાગામાય મુશીબાત, કોદહી દોરિયા મુશીબાત વેઠયાં, એને કોદહી જુઠા વિસ્વાસ્યાહા મુશીબાતે સામનો કોઅરા પોડયો. \p \v 27 માયે કોલહ્યોક રાતો ઉજાગરો રોયન કાડયો, માન ખાઅના નાંય મિળ્યાં, યાહાટી માયે બુખો-પિહો રોયન, હીયાળામાય એને વોછે ફાડકે આતેં તેરુંબી બોજ મેઅનાત કોઅયી એને બોજ બોદી મુશીબાતો વેઠાં પોડયો. \v 28 એને બિજ્યે બોદયે વાતહે સિવાય જ્યેહે વર્ણન આંય નાંય કોઅઉ બોદયે મંડળ્યેહે ચિંતા દિનેરોજ માન દાબાણ કોઅત્યોહો. \v 29 જોવે કાદો નોબળો ઓઅહે, તે આંયબી નોબળાયે અનુભવ કોઅહુ, જોવે કાદો પાપમાય પોડે, તે મા મોન દુઃખી ઓઅય જાહાય. \p \v 30 જોવે મા વાહવા કોઅના ગોરાજ હેય, તે આંય મા નોબળાયેમાય વાહવા કોઅહી. \v 31 પોરમેહેર આમે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબહો કાયામ ધન્ય હેય, જાંઅહે, કા આંય જુઠો નાંય બોલું. \p \v 32 દમસ્ક શેહેરામાય આરેતાસ રાજા રાજ્યપાલે માન દોઅરાંહાટી દમસ્ક શેહેરાવોય રાખવાળ્યા ગોઠવી દેના. \v 33 બાકી હાંગાત્યાહાય ટોપલ્યેઆરે લાંબા દોઅડા બાંદિન, ચ્યામાય માન બોહાડીન, કોટાવોઅને યોક્યે બાર્યેમાઅને નિચે ઉતાડી દેનો, એને યે રીતે આંય રાજ્યપાલથી બોચી ગીયો. \c 12 \s પાઉલાલ દર્શન \p \v 1 જો વાહવા કોઅના માયેહાટી ઠીક નાંય, તેરુંબી માન કોઅરા પોડહે, બાકી આંય પ્રભુવા દેનલા દર્શન એને પ્રગટીકરણા વાતો કોઅહી. \p \v 2-3 આંય ખ્રિસ્તમાય યોકા માઅહાલ જાંઅતાહાંવ, જો ચૌવુદ વોરહા પેલ્લા બોદહાથી ઉચા હોરગા હુદી ઉચે ઉઠાવી લેવાયો. માન નાંય ખોબાર કા તો પોતાના શરીરામાય આતો, કા પાછે તો કેવળ પોતાના આત્માહાતે તાં આતો, કેવળ પોરમેહેર જાંઅહે. આંય યોક વાત પાછો આખતાહાવ, આંય ચ્યા માઅહાન જાંઅતાહાંવ તો પોતાના શરીરમાય આતો, કા તો કેવળ પોતાના આત્માહાતે આતો, કેવળ પોરમેહેર જાંઅહે. \v 4 ચ્યા માઅહાલ હોરગામાય ઉઠાવી લેદો તાં ઓહડયે વાતહે ચર્ચા વોનાયો, જ્યો અકથનીય હેય એને જ્યેહેલ આખના કાદા માઅહાલ પરવાનગી નાંય હેય. \v 5 ઓહડા માઅહાવોય તે આંય વાહવા કોઅહી, બાકી પોતાનાવોય પોતાની કમજોર્યેહેલ છોડીન, પોતાના બારામાય આંય વાહવા નાંય કોઅઉ. \p \v 6 કાહાકા જો આંય વાહવા કોઅના જાંઉબી તે મૂર્ખ નાંય હેય, કાહાકા હાચ્ચાં બોલહી, બાકી આંય ઈ નાંય કોઅહી, કાહાકા એહેકેન નાંય ઓએ, કા જેહેકેન માન જો કાદો એઅહે, તો માન ચ્યાથી વોદારે હુમજે. \s શરીરામાય કાટો \p \v 7 આંય ચ્યા અદભુત પ્રગટીકરણાવોય વાહવા નાંય કોઅઉ જીં પોરમેહેરે માન દેખાડયાહા, યાહાટી મા શરીરામાય યોક કાટો ડોચ્ચહો. માન દુઃખ દેતા રાંહાટી એટલે સૈતાના યોક દૂત માન મિળ્યહો, કા આંય વાહવા નાંય કોઅઉ. \p \v 8 યા બારામાય માયે પ્રભુલ તીન વોખાત વિનાંતી કોઅયી, કા માંયેથી ઈ દુઃખ દુર ઓઅય જાય. \v 9 એને ચ્યે માન આખ્યાં, “મા સદા મોયા તોહાટી બાસ હેય, કાહાકા મા જીં તાકાત કમજોર્યેમાય પુરી ઓઅહે,” યાહાટી આંય બોજ આનંદાકોય મા કમજોર્યેમાય વાહવા કોઅહી, કાહાકા ખ્રિસ્તા સામર્થ માયેવોય ઉતતી રોય. \v 10 યા લીદે આંય ખ્રિસ્તાહાટી ક્મજોર્યો, એને નિંદાયેહેમાય, એને ગરીબાયેમાય, એને અત્યાચારમાય, એને સંકટામાય, આનંદિત હેતાંવ, કાહાકા જોવે આંય નોબળો ઓઅહું, તોવેજ આંય ખ્રિસ્તા સામર્થમાય બળવાન હેતાંવ. \s યોક પ્રેષિતા ગુણ \p \v 11 આંય મૂર્ખ આતો, બાકી ઈ તુમાંજ હેય, જ્યાહાય માન ચ્યે રીતે મજબુર કોઅયા, તુમહાય તે મા વાહવા કોઅરા જોજતાં, કાહાકા જરી આંય કાયજ નાંય હેતાંવ, તેરુંબી આંય ચ્યા મોઠા થી મોઠા પ્રેષિતાહાથી કોઅયેહેબી વાતમાય ઓછો નાંય હેતાંવ. \v 12 હાચ્ચાં પ્રેષિતા ગુણબી તુમહે વોચમાય બોદાજ જાત્યા ધીરજ હાતે ચિન્હે, એને નોવાયે કામે, એને સામર્થ્યા કામાહાકોય દેખાડયે. \v 13 ભલે તુમા કોઅયેહે વાતમાય બિજ્યે મંડળ્યેહે કોઅતે વોસે રાહા, સિવાય યામાય કા આંય તુમાહાવોય આર્થિક વોજો નાંય બોન્યો, જો તુમા ઓહડા વિચારતેહે માયે ઓહડા કોઇન તુમહેહાતે અન્યાય કોઅયોહો, તે તુમહે ઓહડા વિચારના ગલત હેય. તુમા માન માફ કોઅય દા. \s મંડળીહાટી પ્રેમ \p \v 14 આમી, આંય તીજી વોખાત તુમહેપાય યાહાટી તિયાર હેય, એને આંય પાછી તુમહાવોય વોજો નાંય બોનહી, કાહાકા આંય તુમહે મિલકાત નાંય, બાકી તુમહાન આંય વિચારતાહાવ, કાહાકા પાહાહાય આયહે આબહા હાટી મિલકાત મેળવા નાંય જોજે, બાકી આયહે આબહાય પાહાહા હાટી મિલકાત મેળવા જોજે. \v 15 આંય બોજ આનંદથી તુમહેહાટી પોતાના બોદાંજ કાય તુમહાન દેય દિહી ઓલે લોગુ કા પોતેજ પોતાનો જીવ દાંહાટી તિયાર હેતાંવ, આંય તુમહાન બોજ પ્રેમ કોઅતાહાંવ, બાકી માન ઓહડા લાગહે કા તુમા માન ઓછો પ્રેમ કોઅતાહા. \p \v 16 કાયબી ઓએ, આંય તુમહાવોય વોજો નાંય બોન્યો, બાકી બીજહાન લાગહે કા આંય ઉશારી હેતાંવ એને તુમહાન પુરો દોગો દેનહો, જો કા યોક જુઠા હેય. \v 17 તુમાંજ દેખાડા, ઠીક જ્યાહાલ માયે તુમહાપાય દોવાડયા, કાય માયે ચ્યાહામાઅને કાદાથી ફાયદો ઉઠાવ્યો? \v 18 માયે તીતુસાલ હોમજાડીન ચ્યાઆરે ચ્યા વિસ્વાસી બાહાલ દોવાડયો, તે કાય તીતુસાયં તુમહાન બોળા પાડીન તુમહાપાયને કાય ફાયદો ઉઠાવ્યો? કાય આમે યોકુજ લક્ષ નાંય આતાં? કાય આમહાય યોકુજ રીતેથી કામ નાંય કોઅયા? \p \v 19 તુમા આમી હુદી હોમજી રિયા ઓરી કા આમા તુમહે હામ્મે જવાબ દેય રીયહા, બાકી, ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, આમા તે પોરમેહેરા હામ્મે ખ્રિસ્તામાય તુમહે બોરહામાય વોદનાહાટી બોદ્યો વાતો આખજેહે. \p \v 20 કાહાકા માન બિક હેય, કાય એહેકેન નાંય ઓએ, કા આંય યેયન જેહેકેન એઅરા માગુ, તેહેકોય તુમા નાંય દેખાય, એને માન બી તુમા નાંય એઅરા માગેત તેહેકેનુજ એએ. કા તુમહેમાય જુલાના, આડાઇ, રોગ, વિરુદ, રોગવાના, ચુગલી, અભિમાન એને ધાંદલ, ઈ નાંય રોય. \v 21 એને કાય એહેકેન નાંય ઓએ કા જોવે આંય તુમહાન પાછો મિળાં યાંવ, મા પોરમેહેર માન અપમાન કોએ એને માન ઘોણા જાંઅહા હાટી પાછા શોક કોઅરા પોડે, જ્યાહાય પેલ્લા પાપ કોઅયેલ એને ચ્યાહાય ખારાબ કામ, વ્યબિચાર, એને લુચ્ચાઈ કોઅના બંદ નાંય કોઅયા ઓરી. \c 13 \s છેલ્લી ચેતાવણી \p \v 1-2 પવિત્રશાસ્ત્રમાય એહેકેન લોખલાં હેય કા, “દરેક મામલામાય બેન કા તીન સાક્ષીદારાહા સાક્ષીથી સાબિતી કોઅલા જાં જોજે.” જોવે આંય બીજી વોખાત તુમહેપાય યેનેલ, તે માયે ચ્યા લોકહાન ચેતાવણી દેનેલ, જ્યાહાય પાપ કોઅયેલ. આમી યા પત્રામાય, આંય પાછી ચ્યાહાન એને બિજા બોદા લોકહાન ચેતાવણી દેતહાવ, આમી આંય તુમહેપાય તીજી વોખાત યેનારો હેતાંવ, જો ચ્યાહાય આમીબી પાપ કોઅના બંદ નાંય કોઅયા તે કોઅહાબી ન્યાય કોઅનાથી નાંય છોડું. \p \v 3 આંય યાહાટી આખતાહાવ, કાહાકા તુમા સાબિતી હોદતાહા, કા જો માયેથી વાત કોઅહે, બોલહે તો ખ્રિસ્ત હેય, જોવે તુમહાલ હુદરાવેહે તે તો તુમહેહાટી નોબળો નાંય, બાકી તુમહેમાય સામર્થી હેય. \v 4 તો નોબળાયે લીદે હુળીખાંબાવોય ચોડવી તે દેનો, તેરુંબી પોરમેહેરા સામર્થ્યા થી જીવતો હેય, આમા બી તે નોબળા હેય જેહેકેન ખ્રિસ્ત આતો, બાકી તેરુંબી તુમહેહાટી પોરમેહેરા સામર્થ્યા થી આમા ચ્યાઆરે જીવતા રોહુ. \p \v 5 ઈ એઅરાહાટી તુમા પોતપોતાને પારખા, કા તુમહે બોરહો હાચ્ચો હેય કા નાંય, પોતપોતાને પારખા, કાય તુમા પોતાના બારામાય ઈ નાંય જાંએત, કા ઈસુ ખ્રિસ્ત તુમહેમાય હેય? જો નાંય તે તુમા લોક નોકામ્યા નિંગ્યહા. \v 6 બાકી મા આશા હેય કા તુમા જાંઆઈ લાહા, કા આમા નોકામ્યા નાંય નિંગ્યહા. \p \v 7 એને આમા આમહે પોરમેહેરાલ ઓહડી પ્રાર્થના કોઅજેહે, કા તુમા કાય ખોટાં નાંય કોએ, યાહાટી નાંય કા આમા હારેં દેખાજે, બાકી યાહાટી કા તુમા તીંજ કોઆ, જીં હારાં હેય, પાછે ભલે આમા અસફળ ઓઅજે બાકી આમા વિચારજેહે કા તુમા લોક હારાં કામ કોએ. \v 8 કાહાકા આમા હાચ્ચાયે વિરુદમાય કાય નાંય કોઇ હોકજે, બાકી હાચ્ચાયે હાટીજ કોઅજેહે. \p \v 9 જોવે આમા નોબળા હેય, એને તુમા લોક બોરહામાય બળવાન હેય, તોવે આમા આનંદમાય રોજહે, એને ઈ પ્રાર્થનાબી કોઅજેહે, કા તુમા લોક બોરહામાય સિદ્ધ ઓઅઇ જાયા. \v 10 યાહાટી આંય તુમહેપાય યેઅના પેલ્લા યો વાતો લોખતાહાવ, એટલે માન પોતાના ઓદિકારાલ ઉપયોગ કોઅના કાય જરુર નાંય પોડે, જીં પ્રભુય માન દેનહા. કાહાકા આંય મા પોતાના ઓદિકારા ઉપયોગ તુમહે બોરહાલ મજબુત કોઅરાહાટી કોઅરા માગતાહાવ નાંય કા નાશ કોઅરાહાટી. \s સલામ એને બોરકાત \p \v 11 આમી, ઓ બાહાહાય એને બોઅયેહેય, આનંદામાય રા, સિદ્ધ ઓઅતા જાયા, યોકબિજાલ ઈંમાત દા, યોકાજ વિચારા બોના, મિળીન રા, એને પ્રેમ એને શાંતીદાતા પોરમેહેર તુમહેઆરે રોઅરી. \v 12 યોકબિજાલ પવિત્ર ગુળા દેયને સલામ કોઅયા. \p \v 13 ઈસુ ખ્રિસ્તા બોદાજ પવિત્ર લોક તુમહાન સલામ આખતેહે. \p \v 14 પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા એને પોરમેહેરા પ્રેમ એને પવિત્ર આત્મા સંગતી તુમહે બોદહાઆરે ઓઅતી રોય.