\id 1TI \ide UTF-8 \ide UTF-8 \rem Copyright Information: Creative Commons Attribution-ShareAlike 4.0 License \h 1 તિમોથી પત્ર \toc1 1 તિમોથી \toc2 1 તિમોથી \toc3 1 તિમો \mt1 તિમોથીલ પાઉલ પ્રેષિતનો લોખલાં પેલ્લા પત્ર \imt પ્રસ્તાવના \im \it તિમોથીલ પાઉલ પ્રેષિતનો લોખલાં પેલ્લા પત્ર \it* તીન પાળકીય સંબધિત પત્રહામાઅને યોક પત્ર હેય (યામાય બિજો તિમોથી એને તીતુસ બી સામીલ હેય,) જ્યાલ ડાયા પાઉલાય ચ્ચા લોકહાન દોવાડયા જ્યા ચ્ચા કામ ચાલુ રાખરી, તિમોથી બોદ્યેજ રીતે પાઉલા આત્મિક પોહો હેય. તો જુવાન હેય બાકી વરદાનાહાથી બોઆલો હેય, તિમોથ્યાલ એફેસી મંડળી જવાબદારી હોઅપી દેનલી આતી, યોક ઓહડી મંડળી જ્યેલ આરાધનામાય નિયમાહા આરે-આરે શિક્ષણામાય હુદરાવના જરુરી હેય, જ્યા કા જુઠા માસ્તારાહાથી વ્યસ્ત ઓઅય ચુકલા હેય. પાઉલ ઈ પત્ર લગભગ ઇસવી સન 62 થી 66 યા વોચમાય લોખલાં ગીયેલ, જ્યામાય જુવાન માઅહાલ મંડળીલ હાંબાળના બારામાય યોગ્ય આરાધનાથી લેયને આગેવાન એને સેવાકાહા લાયકે હાટી, જુઠા શિક્ષણા સામનો કોઅનામાય સલાહ દેઅનામાય એને યોક મંડળીમાય આલાગ માઅહા આરે કેહેકેન વ્યવહાર કોઅના યે વાતે હે સલાહ દેનલી ગીયહી, પાઉલ તિમોથ્યાલ નિંદાયેથી આલાગ જીવન જીવનાહાટી આનંદિત કોઅહે, એટલે વિસ્વાસી ચ્ચા અનુસરણ કોઅય હોકે. \c 1 \s સલામ \p \v 1 આંય પાઉલ, યા પત્રાલ લોખી રિયહો, આંય આપહે તારણારો પોરમેહેર એને ઈસુ ખ્રિસ્ત જ્યાવોય આમા આશા રાખજેહે, ચ્યા ઓદિકારથી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, \v 2 આંય ઈ પત્ર તિમોથીલ લોખી રિયહો તું માંજ પોહા હારકો હેતો, કાહાકા તુંબી ખ્રિસ્તામાય બોરહો કોઅતોહો, આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર આબો એને આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાપાઅને તુલ સદા મોયા એને દયા, એને શાંતી મિળતી રોય. \s જુઠી શિક્ષાયેહે વિરુદમાય ચેતાવણી \p \v 3 આંય તુલ પાછો આખી રિયહો, મોકોદુનિયા વિસ્તારામાય જાં પેલ્લા તુલ વિનાંતી કોઅયેલ, કા તું એફેસુસ શેહેરામાય રોયન ચ્ચા જુઠા શિક્ષણ દેનારાહાન આગના દે, કા ચ્યા લોક જુઠા શિક્ષણ નાંય દેય. \v 4 એને જુઠયો કાહાન્યો એને આગલ્યા ડાયહા પેડ્યેમાઅને કાહાન્યેહે બારામાય દિયાન મા દેહે, જયેહેથી બોલા-બોલી ઓઅહે, યા પ્રકાર બોલા-બોલી કાદાલબી પોરમેહેરા કામ કોઅનામાય મોદાત નાંય કોએ, યા પ્રકારા કામ ફક્ત તોવે કોઅલે જાતહેં જોવે કાદો પોરમેહેરાવોય બોરહો કોઅહે. \p \v 5 આંય તુમહાન એહેકેન કોઅરા આગના દેતહાવ, યા કારણ ઈ હેય તુમા યોકબિજાલ ચોખ્ખે રુદયથી, હારાં મનથી એને હાચ્ચાં બોરહાકોય પ્રેમ કોઆ. \v 6 જુઠા હિકાડનારાહાય યો બોદ્યો વાતો કોઅના બંદ કોઅય દેનહા એને નોકામ્યા વિષયાહાવોય વાતો કોઅતાહા. \v 7 એને જ્યા જુઠા હિકાડનારા હેતા ચ્યા મૂસા નિયમ હિકાડનારા હારકા બોના માગતાહા, બાકી ચ્યા નોકીજ કાયજ નાંય જાંએતકા ચ્યા કાય હિકાડના કોશિશ કોઅઇ રીયહા એને ઓલા બોરહાહાતે ચ્યાવોય મજબુત રોતહા. \v 8 મૂસા નિયમ હિકાડના હારાં હેય, બાકી તોવે કા જોવે ચ્યાહાન હારી રીતે હિકાડે. \p \v 9 આમા જાંઅજેહે કા મૂસા નિયમ હારાં લોકહાહાટી નાંય, બાકી ચ્યા લોકહાહાટી જ્યા પોરમેહેરા નિયમાહાલ દિયાન નાંય દેય એને ચ્યાહા પાલન નાંય કોએત. એને ચ્યા લોક જ્યા પોરમેહેરા ભક્તિ નાંય કોએત એને સાદા પાપ કોઅતા રોતહા. એને ચ્યા લોક જ્યા ખારાબ હેય, એને પોરમેહેરાલ આદર નાંય કોએત. એને ચ્યા લોક જ્યા પોતે આયહે-આબહાલ એને બીજહાન માઆઇ ટાકતાહા. \v 10 વ્યબિચાર કોઅનારા, સમલૈગીકતા, ગુલામ લોકહાન વેચનારા, જુઠા બોલનારા, જુઠી સાક્ષી આખનારા, એને ચ્યા લોક જ્યા હાચ્ચાં શિક્ષણ પરમાણે નાંય ચાલેત ચ્યાહાહાટી નિયમ હેય. \v 11 ઈ હાચ્ચાં શિક્ષણ આમહે અદભુત પોરમેહેરા મહિમા બારામાય હારી ખોબારેમાય સહમત ઓઅહે, જીં માન પ્રચાર કોઅરાહાટી જવાબદારી દેનલી હેય. \s પાઉલા સાક્ષી \p \v 12 આંય આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ ધન્યવાદ દેતહાવ, જ્યેં માન શક્તિ દેની એને બોરહાવાળો હોમજીન ચ્યા સેવાહાટી નિવાડલો હેય. \v 13 આંય વિસ્વાસી બોના પેલ્લા ખ્રિસ્તા બારામાય નિંદા કોઅનારો, એને વિસ્વાસી લોકહાન સતાવનારો, એને ચ્યાહાન નુકસાન કોઅનારો આતો કાહાકા માયે આમી લોગુ ખ્રિસ્તાવોય બોરહો નાંય કોઅલો આતો, ચ્યાહાટી આંય હોમજી નાંય હોક્યો કા જીં આંય કોઅય રિઅલો હેય, તી બરાબર નાંય હેય, યા લીદે ખ્રિસ્તાય માયેવોય દયા કોઅયી. \v 14 આમહે પ્રભુય સાદા માયેવોય બોજ સદા મોયા કોઅયી, ચ્ચાય માન બોરહો એને પ્રેમ દેના કાહાકા આંય ઈસુ ખ્રિસ્તાઆરે યોકજુટ આતો. \p \v 15 ઈ યોક હાચ્ચી વાત એને માને હારખી હેય, કા ઈસુ ખ્રિસ્ત પાપી લોકહાન બોચાવાં યા દુનિયામાય યેનો એને પાપી લોકહામાય મોઠો પાપી આંય હેય. \v 16 બાકી પોરમેહેર માયેવોય યાહાટી દોયા કોઅયી કા આંય બોદહાથી બોજ મોઠા પાપ્યાહામાય ઈસુ ખ્રિસ્તે પોતે પુરી સહનશીલતા દેખાડી, જેથી ચ્ચાહાટી આંય યોક નમુનો બોનુ જ્યા લોક ચ્ચાવોય અનંતજીવન હાટી બોરહો કોએ. \v 17 આમી અનંતકાળા રાજા, જો સાદા જીવતો હેય, જ્યાલ કાદાં એઅય નાંય હોકે, તો યોકુજ હાચ્ચો પોરમેહેર હેય, ચ્યાલ માન એને મહિમા યુગ-યુગ ઓઅતી રોય. આમેન. \s તિમોથી જવાબદારી \p \v 18 ઓ તિમોથી, આંય તુલ ઓ આદેશ દેય રિયહો, આંય તુલ ચ્યે વાતહેલ યાદ કોઅરાહાટી આખહુ જ્યો પેલ્લા સમાયામાય ભવિષ્યવક્તાહાય આખલ્યો આત્યો કા તોઆરે ઓઅરી, તું જુઠા ગુરુવાહા વિરુદ હારી લડાય લડ. \v 19 તુલ ખ્રિસ્તાવોય મજબુત બોરહો કોઅરા જોજે, એને તોમાય ચોખ્ખાં અંતકરણ રા જોજે, કોલહાક લોકહાય ચ્યાહા ચોખ્ખાં અંતકરણ છોડી દેના યાહાટી, ચ્યે આમી ખ્રિસ્તાવોય બોરહો નાંય કોએત. \v 20 ચ્યાહામાઅને હુમનાયુસ એને સિકંદર હેય, માયે ચ્યાહાન સૈતાના શક્તિ ઓદિકારા તાબે કોઅનાકોય ડૉડ દેનલા હેય, કા ચ્યા પોરમેહેરા નિંદા કોઅના બંદ કોઅય હોકે. \c 2 \s બોદહાહાટી પ્રાર્થના \p \v 1 આંય કાલાવાલા કોઅતાહાંવ કા બોદહા કોઅતા મહત્વા વાત ઈ હેય, કા વિનાંતી, પ્રાર્થના, મધ્યસ્તી એને ધન્યવાદ બોદા માઅહાહાટી કોઅલા જાં જોજે. \v 2 રાજ કોઅનારાહા હાટી એને બોદા લોકહાહાટી પ્રાર્થના કોઆ જ્યા ઓદિકારી હેય, જેથી ચ્ચા આપહાન શાંતીકોય એને હારેકોય રાંહાટી મોદાત કોઅય હોકે, એને આપા પોરમેહેરા ભક્તિ કોઅય હોકજે એને બીજહા આરે સાદા હારેકોય વ્યવહાર કોઅજે. \v 3 બોદા લોકહાહાટી એહેકેન પ્રાર્થના કોઅના હારાં હેય, એને આપહે તારણારો પોરમેહેર યાલ સ્વીકાર કોઅહે. \v 4 ચ્યા ઇચ્છા હેય કા બોદહાન હાચ્ચાયે જ્ઞાન ઓઅય, એને બોદહા બોચાવ ઓઅઇ જાય. \p \v 5 કેવળ યોકુજ પોરમેહેર હેય, એને જો પોરમેહેર એને માઅહા વોચમાય મધ્યસ્થ કોઅહે, તે તી માઅહું ઈસુ ખ્રિસ્ત હેય. \v 6 ખ્રિસ્તાય પાપ એને મોરણા શક્તિ તાબામાઅને બોદા લોકહાન છોડવાહાટી પોતે બલિદાન ઓઅય ગીયો, ચ્યા મોરણા લીદે, પોરમેહેરાય યોગ્ય સમયે ઈ સાબિત કોઅય દેના કા પોરમેહેરા ઇચ્છા ઈ હેય કા બોદા લોક બોચી જાં જોજે. \v 7 યા લીદે, પોરમેહેરાય માન ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી એને પ્રેષિત બોનાહાટી નિવાડલો હેય. પોરમેહેરાય માન ગેર યહૂદી લોકહાન બોરહા બારામાય હાચ્ચો સંદેશ એને હાચ્ચાયે બારામાય હિકાડાંહાટી નિવાડલો, આંય છેતરું નાંય, આંય હાચ્ચાં આખતાહાવ. \s મંડળીમાય થેએયેહેલ એને માટડાહાલ ચેતાવણી \p \v 8 મા ઇચ્છા હેય કા, બોદી જગ્યા સોબાયેહેમાય માટડા જ્યા પવિત્ર જીવન જીવતાહા, ચ્યા પોતાના આથ ઉચા કોઇન, ગુસ્સો એને બોલા-બોલી કોઅયા વોગાર પ્રાર્થના કોઅયા કોએ. \v 9 તેહેકેનુજ થેએયેહેયબી હારેકોય ફાડકે પોવા જોજે, જેથી ચ્યેહેન સોબા યેય, એને માન મીળે, તી ચોટલો બોઅના, હોના કા ઇરા કા મોઅગા ફાડકા ઓહડી સોબા નાંય જોજે. \v 10 બાકી ચ્યેહેન બિજા લોકાહાહાટી હારેં કામ કોઇન પોતાલ સુંદર બોનાડા જોજે, કાહાકા પોરમેહેરા ભક્તિ કોઅનાર્યે થેએયેહેન ઈ ઠીક બી હેય. \p \v 11 જોવે માટડા બિજા વિસ્વાસ્યાહાન હિકાડે, તોવે બોદી થેઅયેહેલ ઠાવકાજ રોયન એને માટડા પુરાં ઓદિકારાલ દિયાન રાખીન હિકાં જોજે. \v 12 આંય થેએયેહેલ ઈ પરવાનગી નાંય દાવ જોવે તુમા ભક્તિ કોઅરાહાટી બેગે ઓઅતેહે તોવે માટડાહાલ હિકાડાંહાટી એને ચ્યાહાવોય સત્તા ચાલાડે બાકી થેએયેહેય ચુપ રા જોજે. \p \v 13 કાહાકા પોરમેહેરે આદામાલ પેલ્લો ઉસબાડ્યો પાછે હવ્વાયેલ \v 14 કાહાકા આદામ સૈતાનાકોય છેતરાયન આગના નાંય તોડી, બાકી થેએ સૈતાનાકોય છેતરાય ગિઇ, એને પોરમેહેરા આગના તોડી. \v 15 બાકી પોરમેહેર, પોહહાન જન્મો દેઅનાકોય થેએયેહેલ બોચાવી લી, જાવ લોગુ ચ્યો ખિસ્તાવોય બોરહો કોઅત્યોહો, એને બિજા લોકહાવોય પ્રેમ કોઅત્યોહો, એને પવિત્ર એને હારેકોય જીવન જીવત્યોહો. \c 3 \s મંડળીમાય અધ્યક્ષ \p \v 1 ઈ યોક હાચ્ચી વાત હેય, જો અધ્યક્ષ બોના માગે, તે તો હારાં કામ કોઅરા હોદહે. \v 2 યાહાટી ઈ બોજ મહત્વા હેય કા અધ્યક્ષામાય યા ગુણ રા જોજે, ચ્યામાય દોષ નાંય રોય, યોકુજ થેએયે માટડો રા જોજે, પોતાના મન તાબામાંય રાખનારો, હોમાજદાર, માનાપાના લાયકે, ગાવારાહા ચાકરી કોઅનારો, પોરમેહેરા વચન હારેં રીતેકોય હિકાડાંહાટી લાયકે ઓઅરા જોજે. \v 3 દારુડ્યો એને મારકુટ કોઅનારો નાંય, બાકી શાંત સ્વભાવા માઅહું જોજે, એને જગડો કોઅનારો નાંય, એને પોયહા લોબી નાંય રા જોજે. \p \v 4 હારેં રીતેકોય પોતે ગુઉ ચાલાડનારો ઓઅરા જોજે, એને ચ્યા પાહાહાન હિકાડાં જોજે કા ચ્યે ચ્યાલ બોદી વાતહેમાય આદર હાતે ચ્યા આગના પાલન કોએ. \v 5 કાહાકા જો ચ્યાલ પોતા ગુઉ હારેં રીતેકોય ચાલાડતા નાંય આવડે, તે તો નક્કીજ પોરમેહેરા મંડળી લોકહાન દેખભાલ કોઅઇ નાંય હોકે. \p \v 6 એને ચ્યા ખ્રિસ્તાવોય બોરહો મજબુત રા જોજે, નાયતે એહેકેન નાંય ઓઅરા જોજે કા, તો અભિમાન કોઇન ફુલાય જાય, એને ચ્યાલ સૈતાના હારકી સજા મીળે. \v 7 એને મંડળી બારેને લોકહા માયબી ચ્યા હારાં માનપાન રા જોજે, કા લોક ચ્યા બદનામી નાંય કોએ, એને તો સૈતાના ફાંદામાય નાંય ફસાય. \s મંડળીમાય સેવાક \p \v 8 અધ્યક્ષાહા હારકા સેવકાબી લોક આદર કોઅરા જોજે, ઈમાનદાર રા જોજે, દારવા પીનારો નાંય રા જોજે, એને બીજહાન છેતરીન પોયહા કામાવનારો નાંય રા જોજે. \v 9 ચ્ચાહાન યોક ચોખ્ખાં અંતકરણાહાતે ચ્યા હાચ્ચાં શિક્ષણાવોય સદા બોરહો કોઅતા રા જોજે જ્યાલ પોરમેહેરાય પ્રગટ કોઅલા હેય. \v 10 એને પેલ્લા ચ્યા ખાત્રી કોઅરા જોજે, કા ચ્યામાય ઠીક ગુણ હેય કા નાંય, એને જો તો દોષવોગાર રોય તે તોવે તો સેવાકા કામ કોઅરા જોજે. \p \v 11 એને મંડળી સેવાકાહા થેએયોબી માનાપાના લાયકે રા જોજે, દોષ થોવનારી નાંય રા જોજે, બાકી હાચવીન વ્યવહાર કોઅનારી, એને બોદી વાતહેમાય ઈમાનદાર રા જોજે. \v 12 સેવાક યોકુજ થેએયે માટડો રા જોજે, એને પાહાહાન એને ગોર્યાહાન હારેં કોય હાંબાળે ઓહડો રા જોજે. \v 13 કાહાકા જો સેવાક હારી સેવા કોઅહે તો લોકહામાય બોજ માન મેળવેહે, એને ઈસુ ખ્રિસ્તાવોય બોરહા બારામાય બોજ ઈંમાતકોય આખી હોકહે. \s મહાન રહસ્ય \p \v 14 માન આશા હેય કા આંય જલદીજ તોપાય યીહીં, બાકી ઈ પત્ર યાહાટી લોખી રિઅલો હેય. \v 15 કા જો માન યેતા વાઆ લાગે તે તુમા જાંઆય લા કા, પોરમેહેરા ગુઉ લોકહા રુપામાય જીં જીવતા પોરમેહેરા મંડળી, જીં હાચ્ચાયે ખાંબ, એને મજબુત પાયો હેય, ચ્યામાય આપહાન કેહેકેન જીવા જોજે. \p \v 16 હાચ્ચાં, યામાય કાયજ શંકા નાંય હેય, કા પોરમેહેરાપાઅને મિળલા શિક્ષણ હાચ્ચાં હેય, એટલે, ખ્રિસ્ત યોક માઅહું બોન્યો, પવિત્ર આત્માય સાબિત કોઅયા કા તો પોરમેહેરા પોહો હેય, હોરગા દૂતહાય ચ્યાલ દેખ્યો, શિષ્યહાય ચ્યા બારામાય બોદી જાતી લોકહામાય હારી ખોબાર આખી, દુનિયામાઅને લોકહાય ચ્યાવોય બોરહો કોઅયો, એને પોરમેહેરાય ચ્યાલ મહિમામાય ઉચે હોરગામાય લેય લેદો. \c 4 \s જુઠા ઉપદેશકથી હાચવીન રા \p \v 1 બાકી પવિત્ર આત્મા ચોખ્ખી વાત આખહે, કા છેલ્લા દિહીહયામાય કોલહેક માઅહે ખ્રિસ્તા હિકાડનાલ નાંય માની, એને બુતા હિકાડનાલ માની, એને ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના છોડી દેઅરી. \v 2 જ્યા ઓહડા જુઠા શિક્ષણ દેતહા ચ્યા ડોંગી હેય, ચ્યાહા હૃદય, હારાં કોઅના કા ખારાબ કોઅના, ચ્યા બારામાય નોક્કી કોઅહે તી મોઅઇ ચુકલા હેય, જેહેકેન કા તાતા લોખીન્ડાકોય બાળી દેનહા. \p \v 3 ઓહડા લોક વોરાડ કોઅરા એને કોલહાક ખાઅના વસ્તુહુલ ખાં રોકતાહા, બાકી પોરમેહેરાય ઈ બોદા યાહાટી બોનાડ્યા બોરહો કોઅનારા એને હાચ્ચાઇ જાઅનારાં ચ્ચાલ ધન્યવાદા કોઇન ખાય. \v 4 કાહાકા પોરમેહેરે જીં કાય બોનાડ્યા, તી બોદા હારાં હેય, એને બોદા ખાઅના પોરમેહેર સ્વીકાર કોઅહે, બાકી પોરમેહેરાલ ધન્યવાદ દેયને ખાં જોજે. \v 5 કાહાકા તો પોરમેહેરા વચનાકોય એને પ્રાર્થના કોઇન પોરમેહેરાલ તી ગ્રહણયોગ્ય બોની જાહે. \s ઈસુ ખ્રિસ્તા ઉત્તમ સેવક \p \v 6 તું યો બોદ્યો વાતો બોદા વિસ્વાસી લોકહાન સાદા યાદ કોઆડ તે તું ઈસુ ખ્રિસ્તા હાચ્ચો સેવાક બોનહે, એને તોવે તું સંદેશ એને હારા શિક્ષણાકોય મજબુત ઓઅહે, જ્યા તુયે ઈમાનદારીકોય પાલન કોઅલા હેય. \v 7 બોનાવલ્યે વાતહેમાય એને નોક્કામ્યે વાતહેમાય સમય મા બોગડાવેહે, બાકી તુલ પોરમેહેરાલ આદર દેનારા જીવન જીવાહાટી પોતાલ સાદા હિકાડતા રા જોજે. \v 8 કાહાકા શરીરા કસરાત વાહાયખાન ફાયદો કોઅહે, બાકી ભક્તિકોય બોદી વાતહેમાય ફાયદો હેય, કાહાકા યાકોય આમી યા જીવનામાય એને યેનારા જીવનામાય તુમા ચ્યા જીવનાલ મીળવાહા, જ્યા વાયદો પોરમેહેરાય કોઅલો હેય. \p \v 9 ઈ વાત હાચ્ચી હેય, એને બોદીજ રીતેકોય માનના યોગ્ય હેય. \v 10 આમા ચ્યા જીવનાલ મિળવાહાટી મેહનાત કોઅજેહે એને સંઘર્ષ કોઅજેહે, કાહાકા આમા જીવતા પોરમેહેરાવોય આશા કોઅજેહે, જો બોદા લોકહા એને વિશેષ રીતીકોય બોરહાવાળાહા તારણહાર હેય. \p \v 11 વિસ્વાસ્યાહાન યે વાતહેબારામાય હિકાડ એને પાલન કોઅના આદેશ દે. \s સેવકાયેવોય દિયાન રાખના \p \v 12 તું યે રીતીકોય વ્યવહાર કોઓ કા તુલ કાદાં બદનામ નાંય કોએ, કાહાકા તું જુવાન હેતો, બાકી તુલ તો બોલનાકોય, તો જીવના તરીકાકોય, બીજહાવોય તો પ્રેમ કોઅનાકોય, ખ્રિસ્તાવોય તો બોરહાકોય, તો દોષવોગાર જીવનાકોય, બોદહાહાટી તું નમુનો બોના જોજે. \v 13 મા તાં પોઅચના લોગુ, વિસ્વાસ્યાહાહાટી પવિત્રશાસ્ત્ર જોરથી વાચાહાટી, એને પવિત્રશાસ્ત્રા મતલબ હોમજાડાહાટી એને શિક્ષણ દાંહાટી તું સમય દેજે. \p \v 14 તી વાત યાદ રાખ મંડળી વડીલાહાથી તોવોય આથ થોવિન ભવિષ્યવાણી કોઅના સમયે જીં વરદાન પોરમેહેરાય તુલ દેનેલ ચ્યા વરદાનાલ ઉપયોગ કોઓ. \v 15 યે વાતહેલ દિયાનમાય રાખીન એને ચ્યામાયજ તો મોન લાવીન કામ કોઅતો રો, કા હર કાદાં ઈ દેખી હોકે કા તું વિસ્વાસી જીવનામાય વોદી રિઅલો હેય. \v 16 યા બારામાય હાચવીન રો કા તું કેહેકેન રોતહો એને કાય હિકાડતોહો, યે વાતહેમાય મજબુત રોજે, કાહાકા એહેકેન કોઅહે તે પોરમેહેરાકોય પોતે તું એને તો વોનાનારાહાન બી ડૉડાપાઅને બોચાડેહે. \c 5 \s મંડળી વિસ્વાસી લોકહાઆરે રોઅના \p \v 1 ડાયા માઅહાન ઠોપકો દેયને નાંય, બાકી આબહો માનીન ચ્યાલ હોમજાડ, એને જુવાન્યાહાલ પોતાનો બાહા હોમજીન સલાહ દે. \v 2 ડાયેં થેએયેહેન આયહો માનીન હોમજાડ, એને જુવાન થેએયેહેન બોઅહી હોમજીન ચ્ચે આરે ચોખ્ખાં મોનાકોય વ્યવહાર કોઓ. \s વિધવાહાન મોદાત કોઅના \p \v 3 ચ્યે વિધવા થેએયેહેલ આદર કોઓ, જ્યેહે જરૂરત પુરી કોઅરાહાટી એને જ્યેહે દેખભાલ કોઅરાહાટી કાદાં નાંય હેય. \v 4 એને જો કાદી વિધવા થેએયે પોહેં કા પોહહા પોહેં ઓઅરી, તે ચ્યે બોદહા પેલ્લા પોતે ગોરહ્યાહાટી તી કામ કોઅરા જોજે, જીં ખ્રિસ્તી વિસ્વાસી ઓઅના લીદે ચ્ચાહાન કોઅરા જોજે, એહેકેન કોઇન ચ્ચે આપહે આયહે આબહા એને મોઠાયો મોઠાઆબા ઉપકારાહાલ ફેડ કોઅતેહે. પોરમેહેરાલ ઈંજ ગોમહે. \p \v 5 જીં હાચ્ચીજ વિધવા હેય, જ્યેં કાદાં નાંય હેય, તી પોરમેહેરાવોયજ આશા રાખહે, એને રાત-દિહી વિનાંતી એને પ્રાર્થના કોઅતી રોહે. \v 6 જ્યો વિધવા ચ્યેહે બોદો સમય મોજમજામાય વિતાવે, ચ્યો યોક મોઅલા માઅહા હારક્યો હેય, ચ્યો જીવત્યો રોયનેબી, મોઅલા માઅહા હારક્યો હેય. \p \v 7 વિસ્વાસ્યાહાલ યો વાતો આગ્રહથી આખ, યાહાટી કા કાદાબી ચ્ચેવોય દોષ નાંય લાવે. \v 8 બાકી જો કાદો પોતે ગોરહયા, ખાસ કોઇન પોતે કુટુંબા મોદાત નાંય કોએ, તે ચ્યાય બોરહો કોઅના છોડી દેનલો હેય, એને અવિસ્વાસ્યા કોઅતો ખારાબ બોની ગીઅલો હેય. \p \v 9 જી વિધવા હાંઈટ વોરહાથી વોદારે ઓઅઇ ગીયી ઓરી, એને તી યોકાજ માટડા પ્રતિ ઈમાનદાર રોયી ઓરીતે તું ચ્યેહે નાંવ વિધવાયેહે યાદ્યેમાય લોખી લે. \v 10 એને બિજા લોકહાન યે વાતહે ઓળખાણ કોઅરા જોજે, કા ચ્યે સાદા હારેં કામ કોઅલે હેય, મતલબ, પોહહાલ હારેકોય હાંબાળ કોઅયા ઓરી, ગાવારાહા સેવાચાકરી કોઅલી હેય, મુસાફરી કોઅનારા વિસ્વાસીયાહા આપહે ગોઆમાય આવકાર કોઅયાહાં, જ્યેં દુઃખામાય આતેં ચ્યાહા મોદાત કોઅયીહી, ચ્યે બોદે જાત્યે હારેં કામ કોઅરાહાટી પોતાલ સમર્પિત કોઅલા હેય. \p \v 11 બાકી જુવાન વિધવાહા નાંવ યાદ્યેમાય નાંય લોખના, કાહાકા જોવે ચ્યે શરીરા ઉસ પુરી કોઅરા ઇચ્છા વોદી જાઅરી, તોવે તી ખ્રિસ્તા સેવા કોઅના વાયદાલ તોડીન પાછા વોરાડ કોઅરા હોદહે. \v 12 એને પાછા વોરાડ કોઇન પેલ્લો વાયદો તોડીન દોષી બોનહે. \p \v 13 એને ચ્યાઆરે ગોઅહે-ગોઅહે જાયને આળહી બોની જાહે, એને આળહીજ નાંય બાકી બિજા લોકહા બારામાય ચુગલી કોઅતી રોહે, એને બીજહા કામામાંય રુકાવાટ કોઅહે, એને ઓહડયો વાતો કોઅહે જ્યેહેલ નાંય કોઅરા જોજે. \v 14 ચ્યાહાટી મા સલાહ હેય કા જુવાન વિધવા થેએયો વોરાડ કોઅય, એને પાહહાન જન્મો દેય, એને ગુઉ હાંબાળે, એને કાદાબી વિરુદી લોકહાન બુલ કાડના મોકો નાંય દેય. \v 15 કાહાકા કોલહ્યોક જુવાન વિધવા થેઅયો પોરમેહેરા આગના પાલન કોઅના છોડીન સૈતાના ઇચ્છા પુરી કોઅય રિઅલ્યો હેય. \v 16 જોવે યોકતી વિસ્વાસી થેએયે કુટુંબામાય વિધવા થેએ ઓરી, તે તી ચ્યેલ યાહાટી મોદાત કોએ, કા ચ્યેલ સાંબાળના જવાબદારી મંડળીવોય નાંય રોય, જ્યેથી મંડળી ચ્યે વિધવાહા મોદાત કોઅય હોકે જ્યેહેલ સાંબાળનારા કાદાં નાંય હેય. \s વચન હિકાડનારા ડાયાહાન આદર \p \v 17 જ્યા મંડળી વડીલ ચ્યાહા કામ હારેરીતે કોઅય રીઅલા હેય, ચ્યાહાન યોગ્ય માનપાન એને પુરતી મોદાત કોઅરા જોજે, ખાસ કોઇન જ્યા લોક જ્યા પોરમેહેરા વચન હિકાડતાહા એને પ્રચાર કોઅરાહાટી કઠીણ મેઅનાત કોઅતાહા. \v 18 કોલહાક જગ્યે પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “મોળાંહાટી જૂપલા બોળદ્યાલ ગોડવેં બાંદના નાંય,” કાહાકા, “મજૂરીયાલ ચ્યા યોગ્ય કાંબારાં લેયના ઓદિકાર હેય.” \p \v 19 યોક મંડળી વડીલા વિરુદ પાપ કોઅના આરાપ તાંવ લોગુ નાંય લાવલો જાય જાવ લોગુ બેન કા તીન લોકહાકોય યોકુજ વાતેહાટી ચ્યાવોય આરાપ નાંય રોય. \v 20 જ્યેં વિસ્વાસી પાપ કોઅતેહે ચ્યાહાન બોદહા હામ્મે ઠપકો દે, જેથી બિજા વિસ્વાસી લોક પાપ કોઅરાહાટી ધાકાય. \p \v 21 આંય પોરમેહેર, ઈસુ ખ્રિસ્ત એને ચ્યા નિવાડલા હોરગા દૂતહાન સાક્ષીદાર હોમજીન તુલ ઈ જવાબદારી હોપતાહાવ કા વોગર પક્ષપાત કોઅયા યે વાતહે પાલન કોઓ, એને પક્ષપાતકોય કોઅહાજ કામ નાંય કોઅના. \v 22 કાદાબી માઅહાલ મંડળીમાય આગેવાન બોનાડાહાટી ઉતવાળ મા કોઅહે, જાવ લોગુ તો ખ્રિસ્તા પ્રતિ ઈમાનદારી સાબિત નાંય કોઅય, બીજહા પાપા ભાગીદાર નાંય બોનના, પોતાલ પવિત્ર બોનાડી રાખના. \p \v 23 આમીને તું પાઆયજ મા પિયહે, બાકી તો બુકા તકલિફે લીદે એને ગેડી-ગેડી બિમાર ઓઅના લીદે તું વાહાય દારાખા રોહોબી પિજે. \v 24 કોલહાક લોકહા પાપ ન્યાય કોઅના પેલ્લા ખોબાર પોડી જાતહેં, બાકી કોલહાક જાંઅહા પાપ પાછે ખોબાર પોડહે. \v 25 યાજ પરમાણે, કોલહાક લોકહા હારેકામે પ્રગટ હેય, એને જ્યેં હારેં કામે નાંય ખોબાર હેય, તે ચ્યે ગુપ્ત નાંય રોય હોકે. \c 6 \s ખ્રિસ્તા ચાકરાહા કામ \p \v 1 જોલા વિસ્વાસી લોક જ્યા ગુલામ ચાકાર હેય, ચ્યે ચ્યાહા દોણહયાલ બોદી રીતે ચ્યાહા આદર કોઅરા જોજે, જેથી બિજા લોક પોરમેહેરા એને આમહે શિક્ષણા નિંદા નાંય કોઅય. \v 2 એને જ્યાહા દોણી વિસ્વાસી હેય, ચ્યા લીદે ચ્યાહાન વોછા આદર નાંય કોઅરા જોજે, બાકી ચ્યાહા હારેકોય સેવા કોઅરા જોજે, કાહાકા જ્યા લોક ચ્યાહા કામા ફાયદો લી રીયહા ચ્યા વિસ્વાસી એને પ્રેમ કોઅનારે હેય, તું યે વાતહેલ હિકાડ એને હોમજાડ. \p \v 3 જોવે યોકતો જુઠા હિકાડે, એને આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા હાચ્ચાં શિક્ષણ એને પોરમેહેરાલ આદર દેયના વાતથી સહમત નાંય ઓએ. \v 4 તોવે તો ફુલાય ગીયહો, ચ્યાલ કાય હોમજાય નાંય, બાકી ચ્યાલ મતલબ વોગર વાદ બોલા-બોલી એને નોકામ્યો બડ-બડ કોઅના રોગ હેય, જ્યેથી ફુટફાટ, ઈર્ષ્યા, જગડો, બીજહા નિંદા કોઅના, ખારાબ વાતહે શંકા કોઅના. \v 5 એને ચ્ચા માઅહામાય સદા જગડા પૈદા ઓઅતાહા એને ચ્યાહા બુદ્દિ કામ નાંય કોઅય, એને ચ્યાહાન હાચ્ચાયે બારામાય નાંય હોમજાય, ચ્યાહાન એહેકેન લાગહે કા, પોરમેહેરા ભક્તિ કોઅના પોયહા કામાવના તરીકો હેય. \p \v 6 હાચ્ચાંજ જોવે આપા આપહે જીવન પોરમેહેરા ભક્તિમાય જીવતેહે તે ચ્યાકોય બોજ ફાયદો ઓઅહે એને જીં કાય આમાહાં પાય હેય ચ્ચાકોય તૃપ્ત રો. \v 7 કાહાકા જોવે આપે જન્મો જાયેલ તોવે કાયજ નાંય લેય યેનલે, એને જોવે મોઅઇ જાહાંવ તોવે હાતે કાયજ નાંય લેય જાહાંવ. \v 8 ચ્યાહાટી જો આપહેપાય ખાઅના એને પોવના ફાડકે મિળી જાય, તે ઓલહામાય ખુશ રા જોજે. \p \v 9 બાકી જ્યેં માઅહે મિલકાતવાળે બોના માગતેહે, તે ચ્યે પરીક્ષામાય એને ફાંદામાય એને બોજ મૂર્ખ એને હાનીકારક પાપમાય ફસાય જાતહેં, જીં માઅહાન બરબાદી એછે લેય જાહે એને નાશ કોઅય દેહે. \v 10 કાહાકા પોયહા લોબ બોદી જાતી ખારાબ વાતહે મુળ હેય, ચ્યાલ મિળવાહાટી કોશિશ કોઅનારા કોલહાક લોકહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોઅય દેનલા હેય, એને ચ્યા લીદે ચ્યાહાય પોતાલ બોજ દુઃખહાકોય વિંદી લેદલા હેય. \s હાચ્ચાઇ માની લેયના \p \v 11 બાકી ઓ તિમોથી, તું પોરમેહેરા માઅહું હેય, તું ઈ બોદા કોઅનાકોય આલાગ રો, એને જીં હાચ્ચાં હેય ચ્યાલ કોઅરાહાટી કોશિશ કોઓ, એને પોરમેહેરાલ આદર દેનારા જીવન જીવ, ખ્રિસ્તાવોય બોરહો કોઓ, લોકહાવોય પ્રેમ કોઓ, કઠીણ પરિસ્થીતીમાય સહન કોઓ, લોકહાવોય ગુસ્સો નાંય કોઅતો. \v 12 લોડાયમાય કોવેજ નાંય હારનારો યોક સૈનિક હારકા તુંબી બોરહામાય મજબુત રો, એને ચ્યા અનંતજીવનાવોય ઓદિકાર મેળવી લે, જ્યાહાટી તુલ નિવડી લેદલો હેય, જીં તુયે બોજ લોકહા હામ્મે કબુલ કોઅયેલ કા તું ખ્રિસ્તાવોય બોરહો કોઅતોહો. \p \v 13 પોરમેહેર જો બોદહાન જીવન દેહે, ચ્યા હામ્મે એને ચ્યાઆરે ખ્રિસ્ત ઈસુલબી સાક્ષી બોનાવીન જ્યાંય પંતિયાસ પિલાત રાજા હામ્મે હારી સાક્ષી દેનેલ, આંય તુલ ઈ આગના દેતહાવ. \v 14 કા જાવ લોગુ આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો નાંય યેય તાંવ લોગુ ગલતી કોઅયા વોગર તી બોદી આગનાહા ઈમાનદારીકોય પાલન કોઓ. \p \v 15 પોરમેહેર જો યોકુજ રાજા હેય જો સ્તુતિ યોગ્ય હેય, જો બોદહા કોઅતો મોઠો રાજા, એને બોદહા કોઅતો મોઠો પ્રભુ હેય, તોજ ખ્રિસ્તાલ નોક્કી કોઅલે સમયે પ્રગટ કોઅરી. \v 16 કેવળ તોજ યોખલોજ હેય જો સાદામાટે જીવતો હેય, તો ઓલા ચોમાકનારા ઉજવાડામાય રોહે જ્યાંય કાદાય નાંય તે કોવે દેખલો હેય એને નાંય દેખી હોકે, ચ્યા મહિમા એને સામર્થ્ય સાદામાટે રોય. આમેન. \s મિલકાતવાળહાન ચેતાવણી \p \v 17 યા દુનિયા મિલકાતવાળા હેય ચ્યાહાન આદેશ દે કા ચ્યા ફુલાય નાંય જાય, એને પારવાય જાનારા પોયહાવોય આશા નાંય કોએ, બાકી પોરમેહેરાવોય આશા કોએ, જો આપહે આનંદાહાટી બોદ્યો વસ્તુ દેનલ્યો હેય. \v 18 ચ્યાહાન બોજ હારાં કામ કોઅરાહાટી આખ, હારાં કામહામાય દાન દેનારા એને ઉદારતાકોય મોદાત કોઅરાહાટી તિયાર રોય. \v 19 જો ચ્યા એહેકેન કોઅતાહા તે હોરગામાય ચ્યાહા મિલકાત જમા કોઅય રીઅલા હેય, જીં ભવિષ્યામાય હારાં ફાયદા હેય, એને ચ્યાકોય અનંતજીવન મેળવી હોકી. \s બોરહા રાખવાળ કોઅના \p \v 20 ઓ તિમોથી, તું ઈ નોક્કી કોઓ કા જીં તુલ પોરમેહેરાય કોઅરા આખ્યહા તી તું કોઅય રિઅલો હેય, ખારાબ વાતો એને પોરમેહેરા હાચ્ચાં હિકાડનાલ વિરુદ કોઅનારી વાતહે પાઅને આલાગ રો, જ્યાલ લોક જુઠ્યે રીતે જ્ઞાન આખતાહા. \v 21 કોલહાક લોકહાય યા જુઠા જ્ઞાનાલ માની લેદલા હેય, એને એહેકેન કોઇન, ચ્યે આમી ખ્રિસ્તા બારામાય હાચ્ચાં શિક્ષણા પાલન નાંય કોએત, આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેરા સદા મોયા તુમહાવોય ઓઅતી રોય.